Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : નસબંધી ટાર્ગેટ મુદ્દે આરોગ્ય અધિકારીનાં નિવેદનનો ફૂગ્ગો ફૂટ્યો! DDO એ કહી આ વાત

નસબંધી માટે ટાર્ગેટ મુજબ કામગીરી આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
mehsana   નસબંધી ટાર્ગેટ મુદ્દે આરોગ્ય અધિકારીનાં નિવેદનનો ફૂગ્ગો ફૂટ્યો  ddo એ કહી આ વાત
Advertisement
  1. Mehsana માં નસબંધી કાંડ મામલે તપાસનો ધમધમાટ
  2. 28 લાભાર્થીઓની વીડિયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ
  3. આરોગ્ય અધિકારીનાં નિવેદનનો ફુગ્ગો ફૂટ્યો!
  4. મહેસાણામાં નસબંધી ટાર્ગેટ મુદ્દે DDOનું નિવેદન

મહેસાણામાં (Mehsana) નસબંધી કાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નસબંધીનાં 28 જેટલા લાભાર્થીઓની વીડિયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ કરાઈ છે. જ્યારે, બીજી તરફ નસબંધી માટે ટાર્ગેટ મુજબ કામગીરી આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કડીનાં (Kadi) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આપેલ નોટિસની નકલ સામે આવતા આરોગ્ય અધિકારીનાં 'ટાર્ગેટ આપતા નથી' તેવા નિવેદનનો ફુગ્ગો ફૂટ્યો છે. આ મામલે હવે DDO નું નિવેદન પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો - Surendranagar : મૃતક તાંત્રિકે હત્યા કરવા જ્યાંથી સોડિયમ નાઈટ્રેટ ખરીદ્યું તે લેબનાં વેપારીનો ચોંકાવનારો ખુલાસો!

Advertisement

કડીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આપેલ નોટિસની નકલ સામે આવતા ઘટસ્ફોટ

મહેસાણાનાં (Mehsana) નવી સેઢાવીમાં નસબંધી કાંડમાં એક પછી એક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી 28 જેટલા લાભાર્થીઓની વીડિયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ કરાઈ છે. લાભાર્થી નસબંધી કાંડનો ભોગ બન્યાં છે કે નહીં, 28 લાભાર્થી પરિણીત છે કે નહીં તે અંગે તપાસ કરાઈ રહી છે. બીજી તરફ આ કાંડમાં ટાર્ગેટ મુજબ કામગીરી આપવામાં આવતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. કડીનાં (Kadi) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આપેલ નોટિસની નકલ સામે આવતા આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ ટાર્ગેટ આપી કામ કરે છે. ડાંગરવા, ઝુલાસણ, મેડાઆદરજ, કરણનગર કેન્દ્રને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નસબંધી કાંડ સર્જાયો તે પહેલાં 24 ઓક્ટોબરે નોટિસ અપાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Surat : ડીંડોલીમાં BJP નેતાને ભપકો ભારે પડ્યો! પોલીસે કરી ધરપકડ, જાણો DCP એ શું કહ્યું ?

જો કોઈ ટાર્ગેટ આપી કામગીરી થઈ હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે : DDO

ઉપરાંત, મેઢા, રાજપુર અને કડી UHC ને પણ નોટિસ ફટકારી હતી. કુટુંબ કલ્યાણમાં (Family Welfare) નબળી કામગીરી (25 ટકા કરતા ઓછી) બાબતે આ નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ ત્રણ દિવસમાં ખુલાસો કરવા અને સંતોષકારક કામગીરી નહીં થાય તો કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી. જો કે, આરોગ્ય અધિકારીએ ટાર્ગેટ આપતા નથી તેવું નિવેદન આપ્યું હતું પરંતુ, નોટિસ સામે આવતા તેમના નિવેદનનો ફુગ્ગો ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. નસબંધી ટાર્ગેટ મુદ્દે હવે DDO ડૉ. જશમિન હસરતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે જિલ્લા લેવલની તપાસ કમિટીની રચના કરી છે.જો કોઈ ટાર્ગેટ આપી કામગીરી થઈ હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. તપાસમાં જો કોઈ જવાબદાર હશે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - Surat : રૂંવાડા ઊભા કરે એવી ઘટના CCTV માં કેદ! અઢી વર્ષની બાળકીને કારચાલકે કચડી

Tags :
Advertisement

.

×