Mehsana : કડા ગામે ભકતો માટે બનેલું ST બસ સ્ટેન્ડ ફેરવાયું દુકાનમાં, ગેરકાયદે કબજાને લઇ મુસાફરોને ભારે હાલાકી
Mehsana ના કડા ગામે એસટી બસ સ્ટેન્ડ પર કબજો કરી લેવામાં આવ્યો છે, એક દાતા દ્વારા 20 વર્ષ અગાઉ સ્વખર્ચે એસટી સ્ટેન્ડ બનાવ્યું હતું પરંતુ એસટી સ્ટેન્ડની જગ્યા પર પ્રસાદની દુકાન બની ગઈ હોવાની વાત સામે આવી છે જેના કારણે ગ્રામજનો અને ભકતોમાં રોષની લાગણી છે.
Advertisement
Mehsana ના કડા ગામે એસટી બસ સ્ટેન્ડ પર કબજો જોવા મળ્યો છે. યાત્રિકોની સુવિધા માટે બનેલું બસ સ્ટેન્ડ દુકાનમાં ફેરવાયું છે અને 20 વર્ષ પહેલા એક દાતાએ સ્વખર્ચે બનાવ્યું હતું સ્ટેન્ડ અને સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા આવતા ભકતોને સરળતાથી બસ મળી રહે તે હેતુસર આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતુ. તો ઘણા સમયથી દુકાનનો માલિક આ બસ સ્ટેન્ડની જગ્યા ખાલી કરતો ન હોવાની વાત સામે આવી છે જેને લઈ ભકતોમાં રોષ છે.

