ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : વિસનગરમાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ

Mehsana : ગુજરાતને શર્મશાર કરતી વિસનગરમાં બનેલી દૂષ્કર્મની ઘટના પછી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, આ અંગે પોલીસે હવે પાંચ આરોપીઓનો સરઘસ કાઢ્યો હતો. વિસનગરની ગલીઓમાં ખુલ્લા પગે આરોપીઓનો સરઘસ કાઢીને એક કડક સંદેશ આપ્યો છે.
08:46 PM Oct 11, 2025 IST | Mujahid Tunvar
Mehsana : ગુજરાતને શર્મશાર કરતી વિસનગરમાં બનેલી દૂષ્કર્મની ઘટના પછી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, આ અંગે પોલીસે હવે પાંચ આરોપીઓનો સરઘસ કાઢ્યો હતો. વિસનગરની ગલીઓમાં ખુલ્લા પગે આરોપીઓનો સરઘસ કાઢીને એક કડક સંદેશ આપ્યો છે.

Mehsana : ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં સામૂહિક દૂષ્કર્મની શર્મશાર કરતી ઘટના બની હતી. આ ઘટના પર પોલીસે તાબડતોડ કાર્યવાહી કરતાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 14 વર્ષીય સગીરા છોકરી પર ચાર દિવસ દરમિયાન છ નરાધમોએ વારંવાર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું, જેની ફરિયાદ પછી વિસનગર પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આજે પોલીસે આ છ આરોપીઓમાંથી 5 આરોપીઓનું જાહેરમાં સરઘાસ કાઢ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. આ ઘટના મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે દૂષ્કર્મ

મળતી માહિતી અનુસાર, આ ચોંકાવનારી ઘટના 4 ઓક્ટોબર, 2025ના રોજ શરૂ થઈ હતી. વિસનગરની એક શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી આ 14 વર્ષીય સગીરા તે સાંજે પરીક્ષા પછી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેને બુલેટ પર બેસાડીને પવન ઠાકોર અને વિજય ઠાકોરે અંધારાવાળા ખેતરમાં લઈ જઈને તેની ઇચ્છા વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ કર્યું. આમાંથી પછી ત્રીજા દિવસે રાજ ઠાકોરે જોડાઈને આ કૃત્યને આગળ વધાર્યું હતુ. બીજી તરફ, પ્રકાશ મોદીએ સગીરાને પોતાના ઘરમાં બંધી રાખીને બે દિવસ સુધી તેની સાથે દૂષ્કર્મ આચ્યું હતું. જ્યાં સોહમ ઠાકોર અને અન્ય એક અજાણ્યા આરોપીએ પણ સગીરા પર દૂષ્કર્મ કર્યો હોવાની માહિતી સામે આવી હતી. આ રીતે ત્રણ દિવસમાં ત્રણ વખત અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યા પછી આરોપીઓએ સગીરાને તેના વિશે કોઈને ન જણાવવા માટે ધમકી આપી હતી.

આ પણ વાંચો- Jamnagar માં રાજકીય ભૂકંપ ! ભાજપના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા

Mehsana : 6 આરોપીઓ સામે નોંધાઈ એફઆઈઆર

જોકે, સગીરાએ પોતાની દુ:ખદ આપવીતિ પરિવારને જાણાવી હતી. તે પછી વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી જેમાં પોક્સો એક્ટ, દુષ્કર્મ, અપહરણ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કુલ છ આરોપીઓ – પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક – સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને માત્ર ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આજે વિસનગરના મુખ્ય બજારમાં આરોપીઓને જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા. આ સરઘાસ દરમિયાન સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આરોપીઓને ગાળો આપીને કડક સજાની માંગણી કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, "આ ઘટના અત્યંત ગંભીર છે. આરોપીઓને કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જ્યાં 8 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. પીડિતા સગીરાને તબીબી તપાસ અને કાઉન્સલિંગ આપવામાં આવી રહ્યું છે." મુખ્ય જિલ્લા વકીલે કોર્ટમાં દલીલ કરીને કડક સજાની માંગણી કરી છે. આ ઘટના પછી વિસનગરમાં મહિલા સુરક્ષા અંગે પ્રશ્ન ઉભા થયા છે.

ગુજરાતને શર્મશાર કરતી ઘટના વિસનગરમાં

આ ઘટના ગુજરાતમાં વધતી જતી દુષ્કર્મની કિસ્સાઓને લઈને સમાજમાં ચિંતા વધારી છે. વિસનગર જેવા નાના શહેરમાં પણ આવી હેવાનિયતભરી પ્રવૃત્તિઓ થવી એ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. સ્થાનિક નેતાઓએ પીડિતા પરિવારને આર્થિક અને કાનૂની સહાયની ખાતરી આપી છે. આ કેસની તપાસ ઝડપી બનીને આરોપીઓને કડક સજા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી આવી ઘટનાઓ પર અંકુશ લાગી શકે.

પોલીસે કેમ એક આરોપીને સરઘસમાં ન કર્યો સામેલ?

વિસનગર પોલીસે કાઢેલા સરઘસમાં એક આરોપીને જોડ્યો નહતો. સરઘસના વીડિયોમાં દેખી શકાય છે કે, છમાંથી પાંચ આરોપીઓનું જ સરઘસ કાઢવામાં આવ્યું છે. એક આરોપીને સરઘસ કાઢવા માટે બાકાત રાખવામાં આવ્યો છે, તે અંગે સત્તાવાર રીતે વિસનગર પોલીસે કોઈ નિવેદન આપ્યું નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પાંચ ઠાકોર સમાજના યુવકો સરઘસમાં દેખાઈ રહ્યાં છે પરંતુ એક પ્રકાશ મોદી મિસિંગ છે.

પ્રકાશ મોદીનું કેમ સરઘસ કાઢવામાં આવ્યું નથી?  પોલીસની પ્રશંસનિય કાર્યવાહી પર એક પ્રશ્ન પાણી ફેરવી રહ્યું છે.

આ પણ વાંચો- Vadodara : બોટલોનો હાર પહેરીને યુવક પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો, પછી….

Tags :
#AccusedSarghas#Mehsanarape #Visnagargangrape#POCSOActMehsana#RapecaseonminorGujaratCrimeNewsVisnagarpolice
Next Article