Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : જમીન મુદ્દે સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર ગંભીર આરોપ! વાંચો શું છે મામલો ?

મહેસાણાની સતલાસણા કોર્ટમાં ખ્રિસ્તી મિશનરીઓ વિરૂદ્ધ બે મુકદમા દાખલ થયા છે.
mehsana   જમીન મુદ્દે સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર ગંભીર આરોપ  વાંચો શું છે મામલો
Advertisement
  1. Mehsana નાં સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર મોટો આરોપ
  2. જમીન પડાવી લેવા 2 પરિવારને ધમકી આપ્યાનો કોર્ટમાં દાવો
  3. વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઈનકાર કરતા ધમકી આપ્યોનો આક્ષેપ

મહેસાણાનાં (Mehsana) સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર મોટો આક્ષેપ થતાં ચકચાર મચી છે. ખ્રિસ્તી ધર્મ (Christianity) અંગીકાર કરનારા બે ખેડૂતોનાં મોત બાદ તેમના વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઇનકાર કરતા જમીન પડાવી લેવા માટે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધમકી અપાતી હોવાનો દાવો કોર્ટમાં કરાયો છે. મહેસાણાની સતલાસણા કોર્ટમાં (Satlasana Court) ખ્રિસ્તી મિશનરી વિરૂદ્ધ બે મુકદમા દાખલ થયા છે.

આ પણ વાંચો - મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિ રચાઈ, પ્રયાગરાજથી 11 સંત Junagadh આવશે

Advertisement

જમીન પડાવી લેવા બે પરિવારને ધમકી આપ્યાનો કોર્ટમાં દાવો

માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાનાં (Mehsana) સતલાસણાનાં કેવડાસણ, ચાડાના બે ખેડૂત ચુનીલભાઈ રાવળ અને વીરચંદભાઈ રાવળ જીવિત હતા ત્યારે તેમણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો. 25 વર્ષ પહેલા ચુનીલભાઈ અને વીરચંદ રાવળને માલાપુરામાં સસ્તા ભાવે જમીન અપાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવ્યો હતો. ખેતરમાં દેવળ બનાવીને પ્રાર્થના અને પૂજા પણ કરાવવામાં આવતી હતી. સમય જતાં બંને ખેડૂતોના અવસાન થયા હતા અને ત્યાર બાદ તેમના ખેતર માટે વારસદારોના નામે વારસાઈ હક્ક દાખલ કરાયો હતો.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : ઘરે જતી બે બહેનો પાસે નરાધમો આવ્યા, એકનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું અને પછી..!

ખ્રિસ્તી મશીનરીઓ સામે કોર્ટમાં બે કેસ દાખલ

જો કે, વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા ખ્રિસ્તી મિશનરીઓએ ધમકી આપ્યાનાં આક્ષેપ સાથે કોર્ટમાં કેસ કરાયો છે. આરોપ છે કે, વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઇનકાર કરતા મિશનરીઓએ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે, ધર્માંતરણની ફરજ પાડતી મિશનરીઓ સામે પણ બે મુકદમા દાખલ કરાયાં છે. મહેસાણાની સતલાસણા કોર્ટમાં (Satlasana Court) ખ્રિસ્તી મશીનરીઓ સામે બે કેસ હાલ દાખલ છે, જેનાં પર કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો - આટકોટમાં Love Jihad, સરફરાજે સગીરા પર કર્યું દુષ્કર્મ

Tags :
Advertisement

.

×