Mehsana : મુસાફર એસટી ડેપો પર ગંદકી કરશે તો થશે રૂ.200 નો દંડ, સ્વચ્છતા તો રાખવી જ પડશે
Mehsana : રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા પર વિશેસ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને સ્વચ્છતા અને લોક જાગૃતિ મોટો ખર્ચ પણ કરાઈ રહ્યો છે. પણ આપણે સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા ત્યારે આવા લોકો માટે મહેસાણા વિભાગીય ST ડિવિઝન દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Advertisement
Mehsana વિભાગીય ST નિગમ દ્વારા બસ તેમજ બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જળવાઈ રહે લોકો બસ અને બસ સ્ટેન્ડમાં ગંદકીનો ભોગ ના બને તે માટે કડક પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ તો આ નિયમ અને દંડની જોગવાઈ કયારની હતી પણ એ માત્ર કાગળ પર જોવા મળતી હતી.

