અમિત સલાટ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અને મણિપુરા ખાતે થયેલી અમિત સલાટની ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ચેતન ઠાકોર, રાહુલ ઠાકોર અને સિદ્ધરાજ ઠાકોર પોલીસ સકંજામાં છે.
મરણ જનારના આડા સંબંધનો શક કરી હત્યા કરાઈ હોવાનો ખુલાસો
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું અને CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ત્રણેય આરોપીઓને લોકેશન ટ્રેક કરીને દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.
વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ વિજાપુર પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી
આ કેસનો મુખ્ય આરોપી ચેતન ઠાકોર છે અને તેની પત્ની અને મૃતક વચ્ચે આડા સબધ હોવાની શંકા રાખતો હતો અને મોકો મળતાની સાથે 3 આરોપીએ ભેગા થઈને અમિતનું ઢીમ ઢાળી દીધુ હતુ અને હુમલો કર્યો હતો.
પોલીસે આરોપી ચેતનજી પ્રહલાદજી ઠાકોર, રાહુલજી પ્રહલાદજી ઠાકોર અને સિદ્ધરાજજી કનુજી ઠાકોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ટેક્નિકલ ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : Junagadh : વિદેશ જવાની ઘેલછામાં દીકરો ભૂલી ગયો માતૃત્વ, માતાનું ગળું દબાવી રોકડ તેમજ દાગીના પડાવી લીધા