ભાગેડુ મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણના આદેશ સામે બેલ્જિયમ સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ
- Mehul Choksi Extradition: મહેુલ ચોકસીએ સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ
- મેહુલ ચોકસીએ પ્રત્યાર્પણના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી
- એન્ટવર્પની કોર્ટે મહેુલ ચોકસીને ભારત સોંપવાનો આપ્યો હતો આદેશ
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીએ પોતાના પ્રત્યાર્પણ (Extradition) ને મંજૂરી આપતા એન્ટવર્પ કોર્ટના આદેશ સામે બેલ્જિયમ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્ટવર્પની કોર્ટે શુક્રવારે 17 ઓક્ટોબરના રોજ ચોક્સીના પ્રત્યાર્પણને માન્ય જાહેર કર્યું હતું, જે ભારતના કેસને મજબૂત બનાવે છે. જોકે, કોર્ટે ચુકાદો આપતી વખતે જ જણાવ્યું હતું કે ચોક્સી પાસે બેલ્જિયમની ઉચ્ચ અદાલતમાં આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. ભાગેડુ મેહુલ ચોકસી હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કાયદાકિય લડાઇ લડવાનો નિર્ધાર કર્યો છે. મેહુલને ભારત લાવવા માટે થોડો સમય લાગશે.
Mehul Choksi Extradition: એન્ટવર્પ કોર્ટે 'બેવડી ગુનાહિતતા' સ્વીકારી
એન્ટવર્પ કોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ચોક્સીના ગુનાઓ પ્રત્યાર્પણ માટે જરૂરી 'બેવડી ગુનાહિતતાના સિદ્ધાંત' (Doctrine of Dual Criminality) ને પૂર્ણ કરે છે. કોર્ટે જણાવ્યું હતું કે ચોક્સી સામેના ગુનાઓ ભારતીય કાયદા હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 201, 409, 420, 477A અને 120B હેઠળ સજાપાત્ર છે. આ ઉપરાંત, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની કલમ 7 અને 13(2), 13(1)(સી) અને (ડી) હેઠળ પણ એક વર્ષથી વધુની સજા થઈ શકે છે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે ગુનાહિત સંગઠન, છેતરપિંડી, ઉચાપત અને બનાવટીના આરોપો બેલ્જિયમના કાયદા હેઠળ પણ સજાપાત્ર છે. આમ, બેલ્જિયમના ફોજદારી સંહિતાની વિવિધ કલમો હેઠળ આ ગુનાઓ પ્રત્યાર્પણ માટે યોગ્ય ઠરે છે.
Mehul Choksi Extradition : રાજકીય રીતે પ્રેરિત' દલીલ નકારી કઢાઈ
મેહુલ ચોક્સી દ્વારા કરવામાં આવેલી મુખ્ય દલીલ કે પ્રત્યાર્પણની વિનંતી રાજકીય રીતે પ્રેરિત છે અથવા તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તેને એન્ટવર્પ કોર્ટે સંપૂર્ણપણે નકારી કાઢી હતી.કોર્ટે જણાવ્યું હતું કે કથિત ગુનાઓને "રાજકીય, લશ્કરી અથવા બિન-પ્રત્યાર્પણપાત્ર કર ગુના ગણી શકાય નહીં." વધુમાં, કોર્ટે કહ્યું કે "એવું માનવા માટે કોઈ આધાર નથી કે પ્રત્યાર્પણ વિનંતી કોઈ પણ વ્યક્તિ પર તેની જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા અથવા રાજકીય જોડાણના આધારે કાર્યવાહી કરવા અથવા સજા કરવાના હેતુથી કરવામાં આવી હતી." આ ચુકાદા છતાં, ચોક્સીએ હવે બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કાનૂની લડાઈ ચાલુ રાખી છે.
આ પણ વાંચો: PM મોદીએ ₹ 1 લાખ કરોડની 'RDI સ્કીમ' શરૂ કરી: ESTIC 2025નું ઉદ્ઘાટન