ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat rain : હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની કરી જાહેરાત, 17 જૂન સુધી માધ્યમથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે.
11:16 PM Jun 16, 2025 IST | Vishal Khamar
હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે.
Gujarat rain gujarat first

ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. રાજ્યમાં આજથી 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ ડેમના અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 થી 22 જૂન દરમ્યાન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતિ 25/35 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રીય થશે. તેમજ આગામી તા. 17 થી 19 જૂન દરમ્યાન ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, ખંભાત, વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. પંચમહાલના દાહોદ, લીમખેડામા વરસાદ આવશે. મહિસાગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, થરાદ, વાવ, પાટણ, સાંતલપુર વગેરે ભાગોમાં વરસાદ થશે. અરવલ્લીમાં વરસાદ આવી શકે છે. 26 થી 30 માં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પુર આવશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ અને તેની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. રાજકોટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Rain : સૌરાષ્ટ્ર પંથકનાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી: પરેશ ગોસ્વામી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા સમયથી ચોમાસુ નિષ્કિય હતું. તે ફરી સક્રિય થયું છે. ગુજરાતમાં થૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. તેમજ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Rain: રાજ્યના 195 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ભાવનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ

Tags :
fishermen advised not to venture into the seaGujarat FirstGUJARAT FIRST NEWSgujarat raingujarat weatherheavy rain forecastMeteorological Departmentweather forecast change
Next Article