Gujarat Rain : વરસાદને લઇ હવામાન વિભાગે કરી આગાહી, ત્રણ સિસ્ટમ ગુજરાતમાં લાવશે ભારે વરસાદ
- વરસાદને લઇ હવામાન વિભાગે કરી આગાહી
- ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા
- હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરાઈ
- દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની શક્યતા
વરસાદને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની શક્યતાઓ છે. 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ક્યાં જિલ્લામાં યલો એલર્ટ જાહેર
મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat માં કરોડોના હીરાની છેતરપિંડીના કેસમાં ફરાર દલાલ ઝડપાયો
ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમનની શક્યતાઃ અંબાલાલ પટેલ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમનની શક્યતાઓ છે. તા. 7 થી 9 માં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ થશે. 10 જૂન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં બેસી જશે તેવી પૂરી શક્યતાઓ છે. આગામી દિવસોમાં આંબાના પાક કેર અને ખેડૂતોના તૈયાર પાક માટે થોડી સાવધાની રાખવાની જરૂર છે. વરસાદી માહોલથી ખેડૂતોનો પાક બગડી શકે છે.
આ પણ વાંચોઃ Rajkot ના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ