Gujarat Rain: હવામાન વિભાગે કરા તેમજ ગાજવીજ સાથે કરી વરસાદની આગાહી
- ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે મંડરાઈ માવઠાની ઘાત
- પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે પડી શકે છે કરા
- ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે પડી શકે છે કરા
રાજ્યમાં આગામી 5 વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યમાં ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઓરેન્જ અલર્ટની આગાહી
આજે રાજ્યમાં વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 5, 2025
ક્યાં ક્યાં જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજસાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 5, 2025
વરસાદ અને કરા પડવાની આગાહી
આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તા. 10 સુધી માવઠાની આગાહીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગનાં એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી તા. 10 તારીખ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમજ સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેથી અમદાવાદના તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો હતો. રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સુરત, રાજકોટ, વડોદરા તેમજ ગાંધીનગરનાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ Gujarat : રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગની જેટની ગતિએ ઉડાન...
ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તા. 4 થી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ Surat:ગુજરાત બોર્ડનું ધો. 12 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ગરબા રમીને કરી ઉજવણી