Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતના આ જીલ્લાઓમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી
- ગુજરાતમાં આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે
- આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થશે
- હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી
- હવામાન વિભાગે યેલો એલર્ટ અને હિટવેવની કરી આગાહી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે રાજ્યમાં ગરમીનો લઈ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. તેમજ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. તેમજ 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. તેમજ કંડલામાં 43.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર છે. તો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રે તેમજ દક્ષિણ ક્ષેત્રે હોટ એન્ડ હ્યુમૂટ ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે. તેમજ હમણાં વરસાદની સંભાવના નહીવત છે.
ગુજરાતમાં આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે
આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થશે
હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી
હવામાન વિભાગે યેલો એલર્ટ અને હિટવેવની કરી આગાહી#Gujarat #WeatherUpdate #summer #heatwave #Gujaratfirst pic.twitter.com/vZWrG6tIs8— Gujarat First (@GujaratFirst) April 15, 2025
રાજ્યમાં હાલ વરસાદની સંભાવના નહીવત
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, તા. 15, 16 અને 17 નાં રોજ હિટ વેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 26.4 ડિગ્રી રહેશે.
WEATHER FORECAST pic.twitter.com/uABmASzrHK
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 15, 2025
આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા, રાજસ્થાન પોલીસે કરી ધરપકડ
આવતીકાલે ક્યાં ક્યાં જીલ્લાઓમાં હીટવેવની આગાહી
તેમજ આગામી 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ સાથે હિટ વેવની આગાહી જાહેર કરવામાં આવી હતી. આવતી કાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તા. 17.04.2025 ના રોજ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચોઃ Surat : નશાના પૈસા ન આપતા ચપ્પુ મારી સગીરની હત્યા, લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 15, 2025