ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather : હવામાન વિભાગની સાત દિવસ ભારે વરસાદની આગાહી, 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. 24 અને 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરી છે.
06:34 PM Jun 23, 2025 IST | Vishal Khamar
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. 24 અને 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરી છે.
gujarat Weather gujarat first

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વરા રાજ્યમાં વરસાદને લઈ ભારે આગાહી કરી છે. 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શકયતા છે. તેમજ આજે અમદાવાદમા યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 24 થી 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ 25-29 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે. તેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. તથા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે

27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે. જેમાં 26 થી 30 જૂન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાઇએ તો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખંભાત, પંચમહાલ, દાહોદ, સુરત, આણંદ, કપડવંજ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, નર્મદા, છોટાઉદેપુર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.

આ પણ વાંચોઃ Rajkot: સ્થાનિકોને ઘર ખાલી કરવા નોટિસ આપતા હોબાળો, લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માગ

30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે

અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તથા અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તથા પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી સાથે 30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની વિવિધ વિસ્તારો માટે આગાહી છે. સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની શક્યતાઓ પણ જણાવી છે.

આ પણ વાંચોઃ Rath Yatra 2025 : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે

Tags :
Air Cyclonic CirculationAtmospheric ChangeGujarat FirstGUJARAT FIRST NEWSgujarat weatherMeteorological Departmentrain forecast
Next Article