Gujarat Rain : હવામાન વિભાગની રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 40થી 60 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન
- રાજ્યમાં ભારે પવન સાથે પડી શકે છે ભારે વરસાદ
- સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, મ.ગુજરાતમાં વરસાદની આગાહી
- 40થી 60 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન
- સુરેન્દ્રનગર, મોરબી, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા, મહત્તમ સપાટી પવન ગતિ વચ્ચે..41-61 કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર ,ખેડા આણંદ, વડોદરા ,બોટાદ, ભાવનગર, અમરેલી ,જુનાગઢ દીવ ,ગીર સોમનાથ માં ગાજવીજ અતિભારે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Heavy Rain : વરસાદ તૂટી પડશે, આગામી 48 કલાક અતિ ભારે ! । Gujarat First#gujaratrain #heavyrain #weatherupdate #monsoon #bhavnagar #Ahmedabad #Amreli #gujaratfirst pic.twitter.com/e6zRirKatA
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. તથા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થશે.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. તથા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Bhavnagar Rain: ઉમરાળા તાલુકાની કાલુભાર નદીમાં ઘોડાપુર, નવા નીરની આવક થતા કાલુભાર નદી થઇ બે કાંઠે વહેતી
36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. ત્યારે સતત બીજા દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં 12 વાગ્યા સુધી રાજ્યના 116 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બીજા દિવસે પણ મેઘકહેર છે. બોટાદના બરવાળામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો તથા ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો અને ચુડા, વલ્લભીપુર અને રાણપુરમાં 3 ઈંચ વરસાદ સાથે ધોલેરામાં અઢી ઈંચ, ધંધુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ પેટલાદ, સિહોર, બોટાદ, મૂળી, ખંભાતમાં 2 ઈંચ વરસાદ અને રાજકોટ, બોરસદમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 14 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચોઃ Bhavnagar : મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું