Gujarat Rain Update : હવામાન વિભાગે આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી
- રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
- આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી
- આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- 21મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થવાની શક્યતા: હવામાન વિભાગ
વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયાથી લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી તા. 19-20 મે દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે : એ.કે. દાસ (હવામાન વિભાગ)
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે,આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. તેમજ દરિયા કાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 19, 2025
ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
22-24 મે દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ તા. 24 મે એ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 19, 2025
આ પણ વાંચોઃ World Bee Day : ગુજરાતમાં “મધુક્રાંતિ”નાં મીઠાં પરિણામો
ખગોળ શાસ્ત્રી દીપક રાવલનું વાવાઝોડા સંદર્ભે નિવેદન
ખગોળ શાસ્ત્રી દીપક રાવલે વાવાઝોડા સંદર્ભે નિવેદન આપ્યું હતું કે, આવનાર સપ્તાહમાં અરબી સાગરમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. સક્રિય થઈ રહેલ વાવાઝોડું ગુજરાત પર કોઈ અસર કરે તેવી શક્યતા નથી. સમુદ્રમાં જ વાવાઝોડનું નિષ્કિય થાય તેવી સંભાવના છે. ગુજરાતના જમીની વિસ્તારમાં વાવાઝોડાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચોઃ VADODARA : મહિલાએ ગાય આધારિત ખેતીમાં ઝંપલાવ્યું, પંચગવ્ય થકી જૈવિક ઉત્પાદન