ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં ગરમીનો પારો વધશે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આગામી સમયમાં ગરમીનો પારો વધશે.
09:51 PM Apr 05, 2025 IST | Vishal Khamar
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આગામી સમયમાં ગરમીનો પારો વધશે.
ambalal patel gujarat first

વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમી તેમજ રાત્રીનાં સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હાલ ગરમીની સીઝન ચાલતી હોઈ લોકો બપોર બાદ ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા ગરમીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે.

26 એપ્રિલ પછી રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થશેઃ અંબાલાલ પટેલ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા રાજ્યમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. આજથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. આજથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે. તેમજ ઉત્તર ગુજરાતમાં ગરમી કહેર મચાવી શકે છે. 42 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાશે. તેમજ 26 એપ્રિલ પછી રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થશે. તેમજ દેશનાં પૂર્વીય ભાગોમાં હવામાનમાં પલટો આવશે. તેમજ ગુજરાતમાં હવામાનમાં પલટો થવાની શક્યતા ઓછી છે.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયુ

ભુજ - 44.5
રાજકોટ- 42.9
ડીસા- 42.1
અમદાવાદ- 41.3
અમરેલી- 41.1
ગાંધીનગર- 41.0
નલિયા- 40.4
બરોડા- 39.2
દાહોદ- 37.3

આ પણ વાંચોઃ અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 2200 ડેલિગેટ્સ ભાગ લેશે

આ જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે (Meteorological Department) સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતનાં જીલ્લાઓ હિટવેવની આગાહી કરી છે. તેમજ આજે કચ્છ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ 7 એપ્રિલનાં રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જીલ્લામાં યલો એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

Tags :
Ambalal PatelGujarat FirstGUJARAT FIRST NEWSHeat Forecastheat waveheat will increasemeteorologistmeteorologist Ambalal Patel
Next Article