અંબાલાલ પટેલની આગાહી, આ વાંચીને તમે ચોંકી જશો
બિપોરજોય વાવાઝોડાનો ખતરો 17 જૂન સુધી જોવા મળશે તેવી આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની વરસાદની અસર છેક 20 જૂન સુધી જોવા મળશે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. વાવાઝોડાની વધુ અસર ગુજરાતમાં 13 થી 17...
03:57 PM Jun 12, 2023 IST
|
Vipul Pandya
બિપોરજોય વાવાઝોડાનો ખતરો 17 જૂન સુધી જોવા મળશે તેવી આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની વરસાદની અસર છેક 20 જૂન સુધી જોવા મળશે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
વાવાઝોડાની વધુ અસર ગુજરાતમાં 13 થી 17 જૂન સુધી જોવા મળશે
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડુ 15મી જૂને કચ્છના જખૌ અને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાશે. બિપોરજોય વાવાઝોડાની વ્યાપક અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે
વાવાઝોડાની વધુ અસર ગુજરાતમાં 13 થી 17 જૂન સુધી જોવા મળશે.
સૌરાષ્ટ્ર-કચ્છમા વાવાઝોડાની વ્યાપક અસર
તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છમા વાવાઝોડાની વ્યાપક અસર થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે. તેમણે એમ પણ કહ્યું કે વાવાઝોડાની અસર રુપે વરસાદની સ્થિતિ ઉત્તર ભારતના અડધા ભારતમાં જોવા મળશે અને ગુજરાતમાં વાવઝોડાની અસર છેક 20 જૂન સુધી જોવા મળશે.
કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ રાખવા આદેશ
બીજી તરફ બિપોરજોયના કારણે કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ રાખવા આદેશ કરાયો છે. તા.13 થી 15 સુધી મંદિર બંધ રાખવા આદેશ કરાયો છે. મંદિર દરિયાઈ વિસ્તાર નજીક હોવાથી નિર્ણય લેવાયો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ ગઇ છે. કાંઠા વિસ્તારના 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે. 20 જેટલા ગામોને નજીકના સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ કરાઇ છે. વાવાઝોડાને લઈને કંડલા બંદર વિસ્તાર ખાલી કરાવાયો
Next Article