Gujarat Cyclone Alert : હવામાન નિષ્ણાંતોની કડાકા-ભડાકા સાથેની વરસાદની આગાહી, ગુજરાતમાં કેટલાક ભાગોમાં જળમગ્ન થશે
- આગાહીકાર અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની આગાહી
- અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે
- 24 મે સુધીમાં વાવાઝોડું ગતી પકડશે: અંબાલાલ પટેલ
- અરબ સાગરમાં બની રહી છે વરસાદી સિસ્ટમઃ પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં સર્જાનાર વાવાઝોડાને લઈ મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં ખતરનાક વાવાઝોડું બની શકે છે. તેમજ મુંબઈ-ગોવાથી વાવાઝોડું ઉગ્ર બનશે. તેમજ આગામી 22 મે થી વાવાઝોડાની શરૂઆત થશે. પવનની ગતિ ધીરે ધીરે વધતી જશે. 24 મે સુધી વાવાઝોડું ગતિ પકડશે. તેમજ પવનની ગતિ 100 કીમીથી વધુ થઈ શકે છે. જે 150 સુધી જઈ શકે છે. જમીન પર વાવાઝોડાની અસર વર્તાશે.વાવાઝોડા ની કચ્છ તરફ અસર થવાની શક્યતા રહેશે.
24 મે થી 30 મે સુધી રાજ્યમાં ગાજવીજ અને આંધી સાથે વરસાદ રહેશે
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી તથા ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 24 મે થી 30 મે સુધી રાજ્યમાં ગાજવીજ અને આંધી સાથે વરસાદ રહેશે. વેરાવળ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાર વરસાદ થઈ શકે છે. વાવાઝોડાની કચ્છ તરફ અસર થવાની શક્યતા રહેશે. લો-પ્રેશરના કારણે વાવાઝોડું બની શકે છે. બંગાળના ઉપસાગરમાં 28 મે આસપાસ વાવાઝોડું બનશે. અંદમાન, નિકોબાર ટાપુ પર ભારે વરસાદ પડી શકે છે. 28 મે કેરળના દરિયા કાંઠે વરસાદ પહોંચશે. ગુજરાત સત્તાવાર ચોમાસુ વાવાઝોડું ખલેલ ના પહોંચાડે તો 15 જૂન નિયમ સમયે આવી શકે છે. ખેડૂતોએ સમજી વિચારીને વાવેતર કરવું જોઈએ.
આ પણ વાંચોઃ Vadodra: સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગંભીર આક્ષેપ, ગ્રાહકો સાથે કમલેશ ખટીકની દાદાગીરી
કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની પણ આગાહી કરી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિમુનસૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે એ તે સિસ્ટમ ડિપ્રેશન ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે અરબસાગર સંપૂર્ણ સક્રિય છે જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.
આ પણ વાંચોઃ Surat : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, સસ્તી દુકાન લેવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોયા