Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું
gujarat   અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો
Advertisement
  • હોળીની જ્વાળા પરથી નક્કી કરાય છે ચોમાસાની આગાહી
  • ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા: અંબાલાલ પટેલ
  • રાજ્યમાં 20 માર્ચ બાદ ગરમીમાં થશે વધારો

Gujarat : ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હોળીની જ્વાળા પરથી ચોમાસાની આગાહી નક્કી કરાય છે. તેમાં ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે હોળીની જ્વાળા નૈઋત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસું સારૂં રહેશે. માવઠું થવાની શક્યતાઓ પણ રહેલી છે. રાજ્યમાં 20 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે.

Advertisement

Advertisement

અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

હોલિકા દહન સમયે અગ્નિની જ્વાળા સીધી આકાશ તરફ, પૂર્વ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ જવાને લઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ત્યાં જ હોલિકા દહનની અગ્નિની જ્યોત દક્ષિણ દિશા તરફ જતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપવામાં આવ્યા છે. અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ખુબ જ સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે. વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે.

આ પણ વાંચો: Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

Tags :
Advertisement

.

×