Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MGNREGA Scam : ચૈતર વસાવાના BJP-કોંગ્રેસ નેતાઓ પર 400 કરોડનાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ

બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા, ત્યારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને લઈને આવ્યા હતા.
mgnrega scam   ચૈતર વસાવાના bjp કોંગ્રેસ નેતાઓ પર 400 કરોડનાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ
Advertisement
  1. MGNREGA Scam ને લઈને AAP નાં MLA ચૈતર વસાવાનો મોટો દાવો
  2. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાની સંડોવણીનો આરોપ
  3. "બચુ ખાબડ નર્મદામાં પ્રભારી મંત્રી હતા ત્યારે કૌભાંડ આચરાયું"
  4. "હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઈઝ લઈને આવ્યા"

નર્મદા જિલ્લામાં (Narmada) 'મનરેગા કૌભાંડ' ને લઈ AAP નાં MLA ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) મોટો દાવો કરતા ચકચાર મચી જવા પામી છે. તેમણે મનરેગા કૌભાંડમાં (MGNREGA Scam) કોંગ્રેસનાં દિગ્ગજ નેતાની સંડોવણી હોવાનો ગંભીર આરોપ કર્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હીરા જોટવા (Hirabhai Jotva) પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે કૌભાંડમાં માત્ર બચુ ખાબડના પુત્રો જ નહીં, પણ ભાજપ-કોંગ્રેસનાં અનેક નેતાઓ સામેલ છે. સાથે જ ચૈતર વસાવાએ આ અંગે યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Mahesana: બહુચરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

Advertisement

Advertisement

3 વર્ષમાં નર્મદા જિલ્લામાં 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડનાં ભ્રષ્ટાચારનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, AAP નાં ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) આરોપ સાથે કહ્યું કે, છેલ્લા 3 વર્ષ દરમિયાન નર્મદા જિલ્લામાં 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. બચુભાઈ ખાબડ (Bachubhai Khabad) જ્યારે પ્રભારી મંત્રી હતા, ત્યારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને (Jalaram Enterprise Agency) લઈને આવ્યા હતા. આ એજન્સીને મટિરિયલ પૂરું પાડવા માટે લાખો-કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ, ગ્રામ પંચાયતમાં સરપંચો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, એક પણ ગાડી મટિરિયલ ગામમાં પહોંચાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો - Rajkot : કોઠારિયા રોડ પર 60 લાખની કિંમતનાં હીરા ચોરીનો ભેદ આખરે ઉકેલાયો, આરોપી સુરતથી ઝડપાયો

કૌભાંડનાં રૂપિયાથી હીરા જોટવા કોંગ્રેસ ચલાવી રહ્યા છે : ચૈતર વસાવા

ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ સાથે કહ્યું કે, ત્રણ વર્ષ માટે જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સીને કામ અપાયું હતું. ત્રણ વર્ષમાં જલારામ એન્ટરપ્રાઈઝને કરોડો રૂપિયા ચુકવાયા છે. પરંતુ, તપાસ કરતા જાણવા મળ્યું એકપણ ગાડી માલ નથી નખાયો. મંત્રી બચુ ખાબડે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો અને મિલીભગતથી જલારામ એન્ટરપ્રાઈઝને કરોડો ચુકવાયા છે. ચૈતર વસાવાએ દાવો કરતા કહ્યું કે, બચુ ખાબડના પુત્રો જ નહીં, પણ ભાજપ-કોંગ્રેસનાં કેટલાક નેતાઓ પણ આ કૌભાંડમાં (MGNREGA Scam) સામેલ છે. હીરા જોટવાએ (irabhai Jotva) આદિવાસી વિસ્તારમાંથી કરોડો રૂપિયા ખંખેર્યા છે. વિવિધ એજન્સીઓનાં નામે હીરા જોટવાએ કરોડો રૂપિયા પડાવ્યા છે. કૌભાંડનાં રૂપિયાથી હીરા જોટવા કોંગ્રેસ ચલાવી રહ્યા છે. હીરા જોટવા સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું. જણાવી દઈએ કે હીરા જોટવા વર્ષ 2024 માં જુનાગઢ (Junagadh) બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

આ પણ વાંચો - Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, પાકનો સોથ વળ્યો

Tags :
Advertisement

.

×