Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRAN THREAT USA : અમેરિકાના હુમલા બાદ ઈરાનની સૌથી મોટી ધમકી

IRAN THREAT USA : આ ઘટના ઇરાન છંછેડાયું હોય તેમ લાગી રહ્યું છે. ઇરાને ધમકી આપી કે અમેરિકાની સેના અમારૂ પહેલું લક્ષ્ય છે
iran threat usa   અમેરિકાના હુમલા બાદ ઈરાનની સૌથી મોટી ધમકી
Advertisement
  • ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી
  • અમેરિકાએ ઇરાનના ત્રણ ન્યુક્લિયર સાઇટ પર બોમ્બ ઝીંક્યા
  • આ વાતથી ઇરાન અને તેના સમર્થકોમાં ભારે રોષ, વળતી ધમકી આપી

IRAN THREAT USA : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવભરી (IRAN - ISRAEL CONFLICT) સ્થિતીમાં આજે અમેરિકાએ એન્ટ્રી લીધી છે. અમેરિકાએ ઇરાનના ત્રણ ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવ્યું છે, અને તેના પર હેવી પેલોડ ધરાવતા બોમ્બનો મારો કરવામાં આવ્યો છે. આ બાદ ઇરાને અમેરિકાને ધમકી આપી (IRAN THREAT USA) છે. ઇરાનનું કહેવું છે કે, અમેરિકી સૈન્યએ હવે તેમના બેઝથી દુર રહેવું. ક્ષેત્રમાં જ્યાં અમેરિકી બેઝ દેખાશે, ત્યાં હુમલો કરીશું. અમેરિકા દ્વારા હુમલાની ઘટના બાદ મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થપાય તેવી આશા હતી, પરંતુ પરિસ્થિતી વધુ વિકટ બનતી હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US PRESIDENT DONALD TRUMP) દ્વારા ટ્વીટર પોસ્ટ મારફતે વિશ્વને આપવામાં આવી છે.

જ્યાં અમેરિકી બેઝ દેખાશે, ત્યાં હુમલો કરીશું

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વિતેલા કેટલાય દિવસોથી ભીષણ યુદ્ધની સ્થિતી ચાલી રહી છે. બંને દેશો એકબીજા પર મિસાઇ અને ડ્રોન વડે હુમલાઓ કરી રહ્યા છે. આ વચ્ચે આજે આ યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી લીધી હતી. અને વાયુસેનાનો ઉપયોગ કરીને ઇરાનના ફોર્ડે, નતાંઝ અને ઇસ્ફાહન ન્યુક્લિયર સાઇટને તબાહ કરી દીધી (USA ATTACK IRAN) હતી. આ ઘટના સામે આવ્યા બાદ ઇરાન છંછેડાયું હોય તેમ લાગી રહ્યું છે. ઇરાને અમેરિકાને ધમકી આપતા કહ્યું કે, અમેરિકી સૈન્યએ તેમના બેઝથી દુર રહેવાનું. ક્ષેત્રમાં જ્યાં અમેરિકી બેઝ દેખાશે, ત્યાં હુમલો કરીશું. હવે અમેરિકાની સેના અમારૂ પહેલું લક્ષ્ય છે. ઇરાની સેનાએ તેમ પણ ઉમેર્યું કે, ગેમ હવે શરૂ થઇ રહી છે.

Advertisement

અમેરિકાનો બોમ્બમારો એ યુદ્ધનો અંત નથી

બીજી તરફ આ ઘટના બાદ ઇરાનના સમર્થક હુથીઓ દ્વારા પણ અમેરિકાને ધમકી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, ઇરાન પર બોમ્બમારાથી યુદ્ધની શરૂઆત થઇ છે. અમેરિકાનો બોમ્બમારો એ યુદ્ધનો અંત નથી. હુથી વિદ્રોહીઓએ ત્યાં સુધી કહ્યું કે, હવે હિટ એન્ડ રનનો સમય પૂર્ણ થયો છે.

Advertisement

આ પણ વાંચો ---- IRAN-ISRAEL CONFLICT માં અમેરિકાએ ઝંપલાવ્યું, ઇરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ તબાહ

Tags :
Advertisement

.

×