Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MIDDLE EAST ALERT : ઇઝરાયલની ઇરાન પર મોટા હુમલાની તૈયારી, સ્થિતિ સ્ફોટક

MIDDLE EAST ALERT : સુત્રોએ જણાવ્યું કે, ઇરાક, બહેરીન અને કુવૈતમાંથી અમેરિકી દુતાવાસ મોટા ભાગે ખાલી કરી દેવામાં આવ્યું છે
middle east alert   ઇઝરાયલની ઇરાન પર મોટા હુમલાની તૈયારી  સ્થિતિ સ્ફોટક
Advertisement
  • ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો તણાવ વધવાની દિશા તરફ
  • ઇઝરાયલ દ્વારા ઇરાનના ન્યૂક્લિયર ઠેકાણાઓને નિશાન બનાવવાની તૈયારી
  • અમેરિકા દ્વારા પોતાના દુતાવાસ ખાલી કરી દેવામાં આવ્યા છે

MIDDLE EAST ALERT : મિડલ ઇસ્ટની પરિસ્થિતીઓમાં ઉકળતો ચરૂ વધુ સ્ફોટક પરિસ્થિતી તરફ જઇ રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ દ્વારા ઇરામ (ISRAEL AND IRAN TENSION) પર હુમલાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેને પગલે મિડલ ઇસ્ટને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જગત જમાદાર અમેરિકા દ્વારા નાગરિકોને મિડલ ઇસ્ટમાં પ્રવાસ અંગે ચેતવ્યા છે. સ્થાનિક સુત્રોના મતે ઇઝરાયલ દ્વારા ઇરાનના ન્યૂક્લિયર ઠેકાણાઓને નિશાન બનાવીને મોટી તબાહી સર્જવામાં આવી શકે છે. જો તેમ થાય તો તેની દુરોગામી અસર પડી શકે છે.

મોટી તબાહી સર્જવાની તૈયારીઓ

ઇઝરાયલ અને ઇરાક વચ્ચે વિતેલા લાંબા સમયથી સ્થિતી સામાન્ય નથી. દિવસેને દિવસે સ્થિતી વધુ વિકટ બનતી જાય છે. વાત અહિંયા સુધી પહોંચી કે, ઇઝરાયલ ગમે ત્યારે ઇરાન પર મોટો હુમલો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સપાટી પર આવી છે. ઇઝરાયલ દ્વારા ઇરાનના ન્યૂક્લિયર ઠેકાણાઓને નિશાન બનાવીને મોટી તબાહી સર્જવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રબળ શક્યતાઓને ધ્યાને રાખીને અમેરિકા દ્વારા તેના નાગરિકોને ચેતવવામાં આવી રહ્યા છે.

Advertisement

ઇરાનમાં અન્ય દેશોમાંથી સમર્થિત સંગઠનો એકત્ર થયા

સુત્રોએ ઉમેર્યું કે, ઇઝરાયલ દ્વારા અગાઉથી આ અંગેની જાણ અમેરિકાને કરી દેવામાં આવી છે. બીજી તરફ ઇરાન દ્વારા અમેરિકાના વ્યુહાત્મક થાણાઓ પર પણ હુમલો કરવામાં આવી શકે છે. ઇરાનમાં અન્ય દેશોમાંથી સમર્થિત સંગઠનો એકત્ર થયા છે. સુત્રોએ જણાવ્યું કે, ઇરાક, બહેરીન અને કુવૈતમાંથી અમેરિકી દુતાવાસ મોટા ભાગે ખાલી કરી દેવામાં આવ્યું છે. મોટા ભાગના અમેરિકન કર્મચારીઓને હટાવીને પરત મોકલી આપવામાં આવ્યા છે. આ જોતા કંઇક મોટી નવાજુની થવાના એંધાણ સામે આવી રહ્યા છે. પેલેસ્ટાઇન - ગાઝા બાદ હવે ઇરાન ઇઝરાયલના હિટ લિસ્ટમાં આગળ છે.

Advertisement

આ પણ વાંચો --- Trump vs Musc : વિવાદમાં વળાંક, મસ્કનો યુટર્ન ફરીથી સંબંધો મજબૂત કરે તેવા એંધાણ

Tags :
Advertisement

.

×