Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Middle East War : નતાન્જ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા-ઈઝરાયેલનો હુમલો, રેડિયેશનનો ખતરો ટળ્યો

ઈરાનની ધરતી પર ફરી એકવાર એવો વિસ્ફોટ થયો છે જેણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. મિડલ ઈસ્ટની સૌથી સુરક્ષિત ગણાતી જગ્યા પર અચાનક થયેલા આ હુમલાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે, પર્યાવરણ અને જનતા પરની મોટી આફત અત્યારે ટળી ગઈ હોય તેવું જણાય છે, પરંતુ આ હુમલો માત્ર શરૂઆત છે કે કોઈ મોટા યુદ્ધનો સંકેત?
middle east war   નતાન્જ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા ઈઝરાયેલનો હુમલો  રેડિયેશનનો ખતરો ટળ્યો
Advertisement
  • Middle East War : ઈરાનના નતાન્જ પરમાણુ કેન્દ્ર પર ભીષણ બોમ્બમારો!
  • અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાથી નતાન્જ સાઈટ ધ્રૂજી ઉઠી
  • પરમાણુ સંવર્ધન કેન્દ્રને નિશાન બનાવી કરવામાં આવી જોરદાર બોમ્બબારી
  • હુમલા બાદ કોઈ પણ પ્રકારનું રેડિયેશન લીક ન થતા મોટી રાહત
  • આસપાસના રહેણાંક વિસ્તારોમાં જનતા સુરક્ષિત હોવાનો ઈરાનનો દાવો
  • મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના મંડાણ, લશ્કરી ગતિવિધિઓમાં તેજ વધારો

Middle East War : મિડલ ઈસ્ટમાં (Middle East) ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાનનું સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત ગણાતું નતાન્જ પરમાણુ કેન્દ્ર (Natanz Nuclear Facility) રવિવારે મોડી રાત્રે અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાનો શિકાર બન્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ વ્યૂહાત્મક સાઈટ પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ધડાકાઓથી ગુંજી ઉઠ્યો હતો.

Middle East War : રેડિયેશન અંગે મોટી રાહત

ઈરાની મીડિયાના (Iranian Media) અહેવાલ મુજબ, આ હુમલામાં નતાન્જ સંવર્ધન કેન્દ્રને (Natanz Enrichment Center) સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે તેની ગુંજ કિલોમીટરો સુધી સંભળાઈ હતી. જોકે, ઈરાની સત્તાવાળાઓ માટે રાહતના સમાચાર એ છે કે પ્રારંભિક તપાસમાં કોઈ પણ પ્રકારના રેડિયોધર્મી પદાર્થોના (Radioactive Materials) લીકેજની પુષ્ટિ થઈ નથી. પરમાણુ કચરો ફેલાવાની જે સૌથી મોટી ભીતિ હતી, તે હાલ પૂરતી ટળી ગઈ છે અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકો સુરક્ષિત છે.

Advertisement

Advertisement

સંઘર્ષનું કેન્દ્ર બનતું નતાન્જ

નતાન્જ પરમાણુ કેન્દ્ર વર્ષોથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે દુશ્મન દેશોના નિશાના પર રહ્યું છે. વર્ષ 2025 થી અત્યાર સુધીમાં આ સાઈટ પર અનેકવાર ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ ચૂક્યા છે. અગાઉ જૂન મહિનામાં ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલેલા 12 દિવસીય ભીષણ યુદ્ધમાં પણ નતાન્જ મુખ્ય ટાર્ગેટ હતું. નિષ્ણાતો માને છે કે આ તાજો હુમલો મિડલ ઈસ્ટમાં સ્થિતિને વધુ વિસ્ફોટક બનાવી શકે છે, કારણ કે અમેરિકા (USA) હવે આ સંઘર્ષમાં સીધું જ જોડાયેલું દેખાય છે.

આ પણ વાંચો : Middle East War : જો સાથ નહીં આપો તો સૈન્ય બેઝ નહીં રહે! અમેરિકાનો યુરોપને ઓલ્ટીમેટમ

Tags :
Advertisement

.

×