મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે Mahakumbh માં લગાવી આસ્થાની ડૂબકી
- પ્રયાગરાજ મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ (Mahakumbh 2025)
- મહાકુંભમાં મંત્રીઓની ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી
- ગુજરાત સરકારનાં મંત્રીઓએ લગાવી આસ્થાની ડૂબકી
- મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરીયા પરિવાર સાથે પહોંચ્યા મહાકુંભ
Mahakumbh 2025 : પ્રયાગરાજનાં મહાકુંભમાં આજે મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓએ માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું હતું. ત્યારે ગુજરાત સરકારનાં 2 મંત્રીએ પણ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગુજરાત સરકારનાં ઉદ્યોગ અને શ્રમમંત્રી બળવંતસિંહ રાજપૂત અને સામાજિક અને ન્યાય અધિકારિતા તેમ જ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા હતા.
આ પણ વાંચો -Mahakumbh 2025 : પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ લગાવી આસ્થાની ડૂબકી, Gujarat First સાથે કરી ખાસ વાતચીત
Mahakumbh 2025 । આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ Balvantsinh Rajput અને Mulubhai Bera એ જુઓ શું કહ્યું?
પ્રયાગરાજ મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ
સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
મહાકુંભમાં મંત્રીઓની સંગમમાં આસ્થાની… pic.twitter.com/6CsUeamRoF— Gujarat First (@GujaratFirst) February 12, 2025
ત્રિવેણી સંગમ ખાતે પૂજા-અર્ચના કરીને આસ્થાની ડૂબકી
પ્રયાગરાજનાં મહાકુંભમાં (Mahakumbh 2025) થોડા દિવસ પહેલા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારે આજે ગુજરાત સરકારનાં મંત્રી બળવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) અને ભાનુબેન બાબરીયા (Bhanuben Babariya) પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમ ખાતે પૂજા-અર્ચના કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી. દરમિયાન બળવંતસિંહ રાજપૂતે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, 144 વર્ષ આ મહાકુંભનો અવસર આવ્યો છે અને માઘ પૂર્ણિમાનાં શાહી સ્નાનનાં દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ખૂબ જ શાંતિની અનુભૂતિ થઈ રહી છે.
આ પણ વાંચો -Sthanik Swaraj Election : ગીર સોમનાથમાં કોંગ્રેસમાં ભડકો! અમરેલીમાં BJP નો ડોર ટુ ડોર પ્રચાર
અહીં ખૂબ સારી અને અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે : બળવંતસિંહ રાજપૂત
મહાકુંભમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર (CM Yogi Adityanath) દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, અહીં ખૂબ સારી અને અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. કરોડોની સંખ્યામાં લોકો રોજ આવે છે પરંતુ તેમ છતાં અહીં કોઈ પણ પ્રકારની અસુવિધા કે અવ્યવસ્થા જોવા મળતી નથી. અહીં, આવતા તમામ લોકો ખૂબ જ આનંદ સાથે સ્નાન કરી રહ્યા છે. મંત્રીજીએ કહ્યું કે, વિશ્વમાં શાંતિ બની રહે અને તમામ લોકો સુખી અને સંપન્ન થાય તેવી મા ગંગાને પ્રાર્થના છે.
આ પણ વાંચો -Surat : અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનહર પટેલે નશાના દૂષણ અંગે આપી પ્રતિક્રિયા