મંત્રીનો સરપ્રાઈઝ કોલ! કંડક્ટર Sandip barot ની ભક્તિ જોઈ મંત્રી Pravin Mali થયા ગદગદ
- મંત્રી પ્રવીણભાઈ માળીએ કંડક્ટર Sandip barot ની અનોખી સેવાને બિરદાવી
- નડિયાદ ST ડેપોના કંડક્ટર સાથે કરી ખાસ વાતચીત
- સંદીપભાઈ બારોટની સેવાની ચારેકોર પ્રશંસા
- મુસાફરોને હનુમાન ચાલીસાનું કરાવે છે પાઠન
Minister Praveen Mali video Call to Conductor: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ અવારનવાર પોતાની વિશિષ્ટ કામગીરીને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નડિયાદ ડેપોના કંડક્ટર સંદીપભાઈ બારોટ (Conductor Sandip barot) સોશિયલ મીડિયા અને સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ નડિયાદ (Nadiad) થી સાળંગપુર (Salangpur) રૂટની બસમાં મુસાફરોને માત્ર મંજિલ સુધી પહોંચાડતા નથી, પરંતુ રસ્તામાં હનુમાન ચાલીસાનું સામૂહિક પાઠન (Recitation) કરાવી આખી સફરને ભક્તિમય (Devotional) બનાવી દે છે. તેમની આ નૈતિક અને આધ્યાત્મિક સેવાને રાજ્યના મંત્રી પ્રવીણ માળીએ વ્યક્તિગત રીતે બિરદાવી છે.
મંત્રીનો વીડિયો કોલ કરી પ્રશંસાકરી
રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સંદીપભાઈ બારોટને ખાસ વીડિયો કોલ (Video Call) કરીને તેમની આ પ્રશંસનીય પહેલ (Initiative) બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સરકારી સેવાની સાથે સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાડવાનું આ કાર્ય ખૂબ જ ઉમદા છે. એક કંડક્ટર તરીકે પોતાની ફરજ નિભાવતા મુસાફરોને માનસિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવવો એ આજના સમયમાં ખૂબ પ્રશનીય છે. મંત્રીના આ આકસ્મિક કોલથી કંડક્ટરે પણ હર્ષની લાગણી અનુભવી હતી અને સરકારનો આભાર માન્યો હતો.
Nadiad ST Conductor: Minister Pravin Maliએ Nadiad ડેપોના Conductorની ભક્તિમય સેવાને બિરદાવી | Gujarat First
મંત્રી પ્રવીણભાઈ માળીએ કંડક્ટરની અનોખી સેવાને બિરદાવી
નડિયાદ ST ડેપોના કંડક્ટર સાથે કરી ખાસ વાતચીત
સંદીપભાઈ બારોટની સેવાની ચારેકોર પ્રશંસા
મુસાફરોને હનુમાન ચાલીસાનું કરાવે… pic.twitter.com/4zwC9VSY3i— Gujarat First (@GujaratFirst) April 14, 2026
Conductor Sandip barot નો મોટો ચાહક વર્ગ
સંદીપભાઈ બારોટ છેલ્લા ઘણા સમયથી સાળંગપુર ધામ જતી બસમાં ફરજ બજાવે છે. તેઓ મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા માટે જાણીતા છે. મુસાફરોના મતે બસમાં જ્યારે હનુમાન ચાલીસાના સૂર ગુંજે છે ત્યારે લાંબો પ્રવાસ પણ થાક વગરનો અને આનંદદાયક બની જાય છે. તેમની આ અનોખી કાર્યશૈલીને કારણે યાત્રિકોમાં તેઓ અત્યંત લોકપ્રિય (Popular) બન્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો વાયરલ થતા લોકો તેમની કામગીરીને સલામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Kheda: પતિએ ક્રૂરતાની હદ વટાવી, પત્નીને લોખંડનો દસ્તો મારી માથું ફાડ્યું, સારવાર દરમિયાન શ્વાસ છોડ્યા


