ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji : યાત્રાએ જઇ રહેલા મંત્રીઓ અને ધારાસભ્યો ભક્તિમાં થયા લીન

Ambaji : આજે અંબાજી (Ambaji)માં 51 શક્તિપીઠ પરિક્રમાનો ચોથો દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ ગુરુવારે સાંજે મા અંબાના ધામમાં પહોંચ્યું છે. રાજ્યના મંત્રીઓ સહિત ભાજપ નેતાઓ મા અંબાના ધામમાં પહોંચી ગયા છે. તમામનું અંબાજી (Ambaji) સર્કીટ હાઉસમાં...
07:10 PM Feb 15, 2024 IST | Vipul Pandya
Ambaji : આજે અંબાજી (Ambaji)માં 51 શક્તિપીઠ પરિક્રમાનો ચોથો દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ ગુરુવારે સાંજે મા અંબાના ધામમાં પહોંચ્યું છે. રાજ્યના મંત્રીઓ સહિત ભાજપ નેતાઓ મા અંબાના ધામમાં પહોંચી ગયા છે. તમામનું અંબાજી (Ambaji) સર્કીટ હાઉસમાં...
AMBAJI _DHAM

Ambaji : આજે અંબાજી (Ambaji)માં 51 શક્તિપીઠ પરિક્રમાનો ચોથો દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ ગુરુવારે સાંજે મા અંબાના ધામમાં પહોંચ્યું છે. રાજ્યના મંત્રીઓ સહિત ભાજપ નેતાઓ મા અંબાના ધામમાં પહોંચી ગયા છે. તમામનું અંબાજી (Ambaji) સર્કીટ હાઉસમાં વહીવટી તંત્ર દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. મંત્રીઓ સહિતના મહાનુભાવો સાંજે મા ના દર્શન કરવા નિકળ્યા હતા. તેઓ મા અંબાની મહાઆરતી કરીને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો.

સમગ્ર મંત્રીમંડળ મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વડપણ હેઠળ આજે રાજ્યના ધારાસભ્યો અને સમગ્ર મંત્રીમંડળ મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચ્યું છે. આજે અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો ચોથો દિવસ છે અને આ પરિક્રમાની માઇ ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રાધામ અંબાજીનો સર્વાંગી વિકાસ કરી અહીં 51 શક્તિપીઠનું નિર્માણ કર્યું છે. આ 51 શક્તિપીઠોમાં જે પ્રકારે પૂજા થાય છે તે પ્રકારે જ અહીં પૂજા થાય છે.

બસમાં ભક્તિમય માહોલ સર્જાયો

અંબાજી ધામ ખાતે ચાલી રહેલા ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ - ૨૦૨૪’ના ચોથા દિવસે મંત્રીઓ અને ધારાસભ્યો જ્યારે અંબાજી ધામમાં બસ દ્વારા જઇ રહ્યા હતા ત્યારે બસમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. મંત્રીઓએ કિર્તન કર્યું હતું. જાણે એક જ પરિવારના સૌ સદસ્યો સાથે મળીને દેવ દર્શને જતા હોય એવી દિવ્ય અનુભૂતિ સૌને થઇ હતી.

ધારાસભ્યો અને મંત્રીઓએ મા અંબાના દર્શન કરી માના ચરણોમાં શીશ ઝુકાવ્યું

શક્તિપીઠની પરિક્રમામાં લાખો માઇ ભક્તો પહોંચે છે અને આજે ચોથા દિવસે તો 3 લાખ માઇ ભક્તો મા અંબાના ધામમાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો અને મંત્રીઓએ મા અંબાના દર્શન કરી માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AmbajiAmbaji MandirAmbaji TempleGujaratGujarat FirstMinisters and MLAParikramaShaktipeeth
Next Article