Ahmedabad : ન્યૂ રાણીપમાં પરિવાર માટે દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો, ગોઝારી ઘટના CCTV માં કેદ
- Ahmedabad ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડતા સમયે ઇજા થતા સગીરાનું મોત
- 21 મી ઓક્ટોબરે રાત્રે ફટાકડા ફોડતા સમયે સગીરાને માથાના ભાગે લોખંડની પાઇપ લાગી
- 16 વર્ષની સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
- સારવાર દરમિયાન સગીરાનું મોત, સાબરમતી પોલીસે એક યુવક, બે સગીર સામે ફરિયાદ નોંધી
Ahmedabad : અમદાવાદમાં દિવાળી (Diwali 2025) એક પરિવાર માટે જીવનભરનાં દુ:ખનું કારણ બની ગઈ છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં 21 મી ઓક્ટોબરે રાતે કેટલાક યુવકો દ્વારા લોખંડની પાઇપની અંદર ફટાકડા ફોડતી વખતે પાઇપ ઉછળીને સગીરાનાં માથાનાં ભાગે વાગતા તે ઢળી પડી હતી. સગીરાને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ, દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. આ મામલે સગીરાનાં પિતાએ ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે (Sabarmati Police) ત્રણ યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Job Fair: Gujarat સહિત દેશમાં 17માં રોજગાર મેળાનું આયોજન, 51 હજાર ઉમેદવારોને અપાયા નિમણૂંક પત્રકો
Ahmedabad ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડતા સમયે સગીરાનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં ન્યૂ રાણીપ વિસ્તારમાં (New Ranip) મેઘા આર્કેડ ખાતે દિવાળીનાં તહેવાર દરમિયાન એક ગોઝારી ઘટના બની. 21 મી ઓક્ટોબરની રાતે કેટલાક યુવકો દ્વારા લોખંડની પાઇપમાં ફટાકડો નાખી જોખમી રીતે ફોડવામાં આવ્યો હતો. જો કે, ફટાકડો ફૂટતા જ લોખંડની પાઇપ ઊછળીને નજીકમાં ઊભેલી 16 વર્ષીય સગીરાનાં માથાનાં ભાગે લાગી હતી. લોખંડની પાઇપ લાગતા જ સગીરા ઢળી પડી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા સગીરાને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
Ahmedabad ના ફટાકડા ફોડતા સમયે સગીરાનું મોત | Gujarat First
કેટલાક લોકોએ લોખંડની પાઇપની અંદર ફટાકડો ફોડ્યો
ફટાકડો ફૂટતા જ પાઇપ સગીરાના માથે વાગતા થઇ હતી ઇજાગ્રસ્ત
સારવાર દરમિયાન સગીરાનું થયું મોત
21મી ઓક્ટોબરે રાત્રે બની હતી ઘટના
ન્યુ રાણીપ તરફના વિસ્તારના મેઘા આર્કેડ ખાતે બની… pic.twitter.com/RnYCLEfzaw— Gujarat First (@GujaratFirst) October 24, 2025
આ પણ વાંચો - Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ પોલીસને થયું બ્રહ્મજ્ઞાન
એક યુવક, બે સગીર સામે ગુનો, દીકરીને ગુમાવતા પરિવાર શોકમગ્ન
જો કે, દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું. સગીરાનાં મોતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Footage) કેદ થઈ હતી. આ મામલે સગીરાનાં પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે એક યુવક, બે સગીર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીનાં તહેવાર (Diwali 2025) દરમિયાન આશાસ્પદ દીકરીને ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો છે. દીકરીનાં આકસ્મિક મોતથી દિવાળીનો તહેવાર પરિવાર માટે માતમમાં ફેરવાયો છે.
આ પણ વાંચો - Vadodara : હિટ એન્ડ રનની ઘટનાઓ વધતા પોલીસ એલર્ટ, ચેકીંગ સઘન કરાયું


