Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો

અમરેલીના જાફરાબાદમાં વહાણ લાંગરવાને લઈને માથાકૂટ જાફરાબાદ જેટી પર વહાણ લાંગરવાને લઈને થયું ઘર્ષણ MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે કાઢી રિવોલ્વર ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો આવ્યો સામે ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા સામે પક્ષેથી થયો હુમલો કુહાડીથી યશવંતે...
amreli   mla હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો
Advertisement
  • અમરેલીના જાફરાબાદમાં વહાણ લાંગરવાને લઈને માથાકૂટ
  • જાફરાબાદ જેટી પર વહાણ લાંગરવાને લઈને થયું ઘર્ષણ
  • MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે કાઢી રિવોલ્વર
  • ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો આવ્યો સામે
  • ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા સામે પક્ષેથી થયો હુમલો
  • કુહાડીથી યશવંતે કરેલા હુમલામાં ચેતન શિયાળ ઘાયલ

Amreli : અમરેલી (Amreli) ના જાફરાબાદમાં વહાણ લાંગરવાને લઈને બબાલ થયા બાદ MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો થતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. તેમને તત્કાળ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.

હીરા સોંલકીના વેવાઈ ને તેમની જ્ઞાતિના યુવક સાથે બોટ લાંગરવાની જેટી પર બોટ રાખવા બાબતે ચકમક ઝરી

અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયા કાંઠે ધારાસભ્ય હીરા સોંલકીના વેવાઈ ને તેમની જ્ઞાતિના યુવક સાથે બોટ લાંગરવાની જેટી પર બોટ રાખવા બાબતે ચકમક ઝરી હતી જે અંગે ધારાસભ્યના વેવાઈ દ્વારા પોતાના દીકરા ચેતન શિયાળ જે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ છે અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે તે જાફરાબાદ બંદર ચોક પાસે આવેલ જેટી એ પહોચ્યા હતા ને સામે જૂથના યુવાન સામે રિવોલ્વર કાઢી હતી ત્યારે સામે જૂથના યુવક દ્વારા ચેતન શિયાળને માથાના ભાગે મચ્છી કાપવાની કુહાડી મારી દીધી હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. બોટ કિનારે રાખવા બાબતે રાત્રે ઘટેલી ઘટના થી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સામે જૂથના યશવંત નામના યુવાન ને હાથના ભાગે આંગળી નજીક રિવોલ્વર માંથી છૂટેલી ગોળી વાગી હોવાની વિગતો મળી રહી છે. અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ રાજુલા બાદ તાત્કાલિક ભાવનગર સારવાર માં ખસેડાયા હોવાની વિગતો મળી રહી છે

Advertisement

Advertisement

હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે રિવોલ્વર કાઢી

પ્રાપ્ત માહિતી મુજબ જાફરાબાદ જેટી પર વહાણ લાંગરવાને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે રિવોલ્વર કાઢી હતી. ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો---GST કૌભાંડનાં આરોપી Mahesh Langa વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, જાણો શું છે આખો મામલો અને આરોપ ?

ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા

ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા સામે પક્ષેથી હુમલો થયો હતો. યશવંત નામના માછીમારે ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કરતાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને માછીમાર યશવંતને પણ આંગળીના ભાગે ગોળી વાગી હતી. ચેતન શિયાળને તત્કાળ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે.

ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પણ છે

ઉલ્લેખનિય છે કે ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પણ છે . જેટી પર વહાણ રાખવાને લઈને બંને પક્ષે માથાકૂટ થયા બાદ આ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો---Anand : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું! એક સાથે કુટુંબી બે બાળકોનાં મોત

Tags :
Advertisement

.

×