Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રાજુલાના MLA Hirabhai Solanki ની માનવતા, અકસ્માત જોઈ કોન્વોય રોકી ઈજાગ્રસ્તની વહારે આવ્યા

રાજુલાના ધારાસભ્યનો એક એવો અંદાજ સામે આવ્યો છે જેણે લોકોના દિલ જીતી લીધા છે. સત્તા અને પ્રોટોકોલની પરવા કર્યા વગર, એક ભયાનક અકસ્માત જોઈને તેમણે જે પગલું ભર્યું તે આજે ચર્ચાનો વિષય બન્યું છે. ધોમધખતા તાપમાં રસ્તા પર ઉતરીને તેમણે માત્ર મદદ જ નથી કરી, પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આખરે શું બન્યું હતું તે સ્થળ પર? જાણો આ ખાસ કિસ્સો.
રાજુલાના mla  hirabhai solanki ની માનવતા  અકસ્માત જોઈ કોન્વોય રોકી ઈજાગ્રસ્તની વહારે આવ્યા
Advertisement
  • રાજુલાના MLA Hirabhai Solanki નો વીડિયો વાયરલ
  • મહુવા બાયપાસ પાસે અકસ્માત જોઈ ગાડી રોકી
  • ઈજાગ્રસ્ત બાઈક ચાલકની વહારે આવ્યા હીરાભાઈ
  • યુવકને સારવાર માટે 108માં બેસાડી મદદ કરી
  • ધારાસભ્યની માનવતાના સોશિયલ મીડિયામાં વખાણ
  • સમયસૂચકતા અને સેવાનો વીડિયો વાયરલ

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ બેઠકના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki MLA) ફરી એકવાર પોતાની સેવાદ્રષ્ટિને કારણે ચર્ચામાં છે. મહુવા બાયપાસ (Mahuva Bypass) પાસે બનેલી એક અકસ્માતની ઘટનામાં ધારાસભ્યએ રાજકીય પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક સામાન્ય નાગરિકની જેમ ઈજાગ્રસ્ત યુવકની મદદ કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Hirabhai Solanki એ પોતાના કોન્વોય રોક્યો હતો

મળતી વિગતો અનુસાર, હીરાભાઈ સોલંકી પોતાના કોન્વોય સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે મહુવા બાયપાસ નજીક એક બાઈક ચાલકનો અકસ્માત (Road Accident) થયો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. અકસ્માત ગંભીર હોવાનું જણાતા તેમણે તુરંત પોતાની ગાડી ઉભી રખાવી હતી. ધોમધખતા તાપમાં અને વ્યસ્ત ટ્રાફિક વચ્ચે ધારાસભ્ય પોતે ઈજાગ્રસ્ત યુવક પાસે પહોંચ્યા હતા અને તેની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

Advertisement

Advertisement

ધારાસભ્યએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી

ધારાસભ્યએ ઉભા રહીને તુરંત 108 એમ્બ્યુલન્સ (108 Emergency Service) બોલાવી હતી. એમ્બ્યુલન્સ આવતા જ તેમણે પોતે યુવકને ગાડીમાં બેસાડવામાં મદદ કરી હતી અને હોસ્પિટલમાં (Hospital) યોગ્ય સારવાર મળે તે માટેની સૂચનાઓ આપી હતી. રાજકારણના આ ગરમાગરમ માહોલમાં એક ધારાસભ્યની આવી સમયસૂચકતા અને નમ્રતા જોઈને સ્થાનિક લોકો અને નેટીઝન્સ તેમના પર ફિદા થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે 'નેતા હોય તો આવા', જે સત્તાના નશામાં ચૂર થવાને બદલે જનતાની સેવાને જ સર્વોપરી માને છે.

આ પણ વાંચો: Vadodara: Dycm હર્ષભાઈ સંઘવીનો હુંકાર, ચૂંટણી જીતવા 'કમલમ' ખાતે કાર્યકરોને આપ્યો વિજય મંત્ર

Tags :
Advertisement

.

×