Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

નવનીતની ખબરઅંતર પૂછવા ગયેલા MLA કાળુભાઈ ડાભીએ કહ્યું- માયાભાઈ પોતે તો સારા માણસ છે પરંતુ....

બગદાણા હુમલા કેસ : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બજરંગદાસ બાપા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ રાજ્યમાં મોટો વિવાદ ઉભો કર્યો છે. 29 ડિસેમ્બર 2025ની રાત્રે થયેલા આ હુમલા પછીથી રાજકારણીઓ, સમાજના આગેવાનો તેમની મુલાકાત કરી રહ્યાં છે.
નવનીતની ખબરઅંતર પૂછવા ગયેલા mla કાળુભાઈ ડાભીએ કહ્યું  માયાભાઈ પોતે તો સારા માણસ છે પરંતુ
Advertisement
  • ભાવનગર | "માયાભાઈ સારા માણસ છે પરંતુ તેમના દીકરાએ ખોટું કર્યું"
  • બગદાણાના સેવક નવનીત બલદાનિયાને માર મારવાનો મામલો
  • ધંધુકાના MLA Kalubhai Dabhi પહોંચ્યા હોસ્પિટલ
  • ઈજાગ્રસ્ત નવનીત બાલધિયાની હોસ્પિટલમાં કરી મુલાકાત
  • ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ નવનીત બાલધિયાની પૂછ્યા ખબરઅંતર

બગદાણા હુમલા કેસ : ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકાના બગદાણા (Bagdana) ગામમાં બજરંગદાસ બાપા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા (NavnitBhai Baldhiya) પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ રાજ્યમાં મોટો વિવાદ ઉભો કર્યો છે. 29 ડિસેમ્બર 2025ની રાત્રે થયેલા આ હુમલા પછીથી રાજકારણીઓ, સમાજના આગેવાનો તેમની મુલાકાત કરી રહ્યાં છે. હવે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી (MLA Kalubhai Dabhi) પણ નવનીતભાઈ બાલધિયાના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

કોળી સમાજના પ્રમુખ છે કાળુભાઈ ડાભી

જણાવી દઈએ કે, કાળુભાઈ ડાભી ધંધુકાના ધારાસભ્ય હોવાની સાથે-સાથે કોળી સમાજના પ્રમુખ પણ છે. તેમણે પીડિત નવનીતભાઈની મુલાકાત લઈને મીડિયા સામે મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે. તેમના નિવેદનમાં તેમણે માયાભાઈ આહિરના વખાણ કરીને પોતે સત્ય સાથે રહેતા હોવાનો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે. તો તેમણે માયાભાઈના દીકરા સામે નિરાશા પણ વ્યક્ત કરીને તટસ્થ તપાસ કરવાની વાત પણ કરી છે. આ દરમિયાન તેમણે હોમમિનિસ્ટર અને નાયબ સીએમને પણ મળવાની પણ વાત કરી હતી.

Advertisement

નવનીતભાઈને બેરહેમીથી માર્યો માર

ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જણાવ્યું કે, નવનીતભાઈને બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. આ અંગે જાણવા મળ્યું છે કે, આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરાએ કરાવ્યું છે. માયાભાઈ આહિર પોતે તો સારો માણસ છે પરંતુ તેમના દીકરાએ જે પણ કર્યું તે ખોટું કર્યું છે. આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે તેના અમારા પ્રયત્નો રહેશે. અમે સોમવારે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવા જવાના છીએ.

Advertisement

રાજકીય નેતાઓની મુલાકાત

આ ઘટનાએ રાજકારણને પણ ગરમાવ્યું છે. સમાંયાતરે રાજકીય નેતાઓ નવનીતભાઈની મુલાકાત કરી રહ્યાં છે. આ પહેલા વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હનુમંત હોસ્પિટલમાં નવનીતભાઈની મુલાકાત લીધી અને કહ્યું, "ન્યાય ન મળે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ. સોમવારે તમામ ધારાસભ્યો ગૃહમંત્રીને મળીશું. ગુનેગાર કોઈ પણ જ્ઞાતિના હોય, તેમને સજા થવી જોઈએ." ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પણ પીડિતને મળીને કહ્યું, "પોલીસ પોતાનું કામ કરી રહી છે. અમે તેમની સાથે છીએ અને કાયદાકીય કાર્યવાહી ઝડપી બને તે માટે રજૂઆત કરી છે."

કોંગ્રેસ-ભાજપ પણ આમને-સામને

તો રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અગાઉ મુલાકાત લીધી હતી, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ અને જૂનાગઢ કોળી સમાજના આગેવાનો પણ પીડિતને મળવાના છે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની ટ્વીટ પર ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરી રહી છે, જ્યારે ભાજપ સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો- STUDIO ON WHEELS : સુર અને સંગીતનો સેતુ ! પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે કરી ખાસ વાતચીત

Tags :
Advertisement

.

×