Vadodra : બરોડા ડેરીના મેરાકુવા દૂધ મંડળમાં ગેરરીતિનો મુદ્દો વકર્યો, ધારાસભ્ય કરી હતી તપાસની માગ
- દિનુ પટેલ પર વરસ્યા ધારાસભ્ય કેતન ઇનામદાર
- જવાબદાર વ્યક્તિઓ બેજવાબદારીથી નિવેદનો કરી રહ્યા છે: ઇનામદાર
- સત્તાધીશો હજુ પણ આ સમગ્ર મુદ્દાને હળવાથી લઇ રહ્યા છે: ઇનામદાર
- પોલીસ તપાસમાં ગંભીર ગુનો હોવાનો આવ્યું છે સામે: ઇનામદાર
બરોડા ડેરીની મેરાકૂવા દૂધ મંડળીનાં ગેરરીતિ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે માંગ માટે તપાસ કરી હતી. ગઈકાલે ડેરીના ચેરમેન દિનુ પટેલે કેતન ઈનામદારને ટકોર કરી હતી કે તેમના વિસ્તારમાં ચાલતા કામો પર ધ્યાન આવે. તેમજ ડેરીમાં કોઈ ગેરરીતિ થઈ નહીં હોવાનું જણાવ્યું હતું.
સત્તાધીશો હજુ પણ આ સમગ્ર મુદ્દાને હળવાથી લઇ રહ્યા છે: ઇનામદાર
કેતન ઈનામદાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. બરોડા ડેરીના મેરાકૂવુ દૂધ મંડળીમાં ગેરરીતિનો મુદ્દો વકર્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે તપાસની માંગ કરી હતી. ડેરીના ચેરમેન દિનુ પટેલની કેતન ઈનામદારને ટકોર બાદ મુદ્દો વકર્યો હતો. કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, જવાબદાર વ્યક્તિઓ બેજવાબદારીથી નિવેદનો કરી રહ્યા છે. સત્તાધીશો હજુ પણ આ સમગ્ર મુદ્દાને હળવાથી લઈ રહ્યા છે. પોલીસ તપાસમાં ગંભીર ગુનો હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવી છે. સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંક અને ડેરી વચ્ચ્ એગ્રિમેન્ટ છે. તેમજ RBI ના નિયમ મુજબ પૈસાની લેવડ-દેવડ કરવામાં આવી છે. બે વર્ષને બદલે 10 વર્ષે KYC કરવામાં આવે છે. અગાઉનું આંદોલન માત્ર બાવપેરની રકમ માટેનું હતું. હું પશુપાલકો, સભાસદો તરફથી વાત મૂકી રહ્યો છું. મૃતકોના નામે મેરકુવા દૂધ મંડળીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Surat માં બાળકી સાથે દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ, પાડોશમાં જ રહેતા નરાધમે આચર્યું દુષ્કર્મ
મને કોઈએ મારી જવાબદારી બતાવવાની જરૂર નથીઃ જિલ્લા પોલીસ વડા
વડોદરા જિલ્લા પોલીસ વડાએ જાતે પત્ર લખી ફરિયાદ દાખલ કરવા જિલ્લા રજિસ્ટ્રારને કહ્યું કે, મેરા કુવા મંડળીના પ્રમુખ, મંત્રી, ઓડિટર, સુપરવાઈઝર સામે ફરિયાદ દાખલ કરવા પત્ર લખ્યો છે. પ્રમુખ- રાવજીભાઈ અને મંત્રી- વિક્રમસિંહ સામે ફરિયાદ દાખલ કરો. સરકારે ત્રણ વર્ષથી મંડળીમાં ઓડિટ કર્યું ન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સીધા જ દૂધ ઉત્પાકોના ખાતામાં કેમ નાણા જમા નથી કરાવતા. ડિજિટલ ઈન્ડિયામાં કેમ પ્રમુખ મંત્રી રૂપિયા રોકડાથી આપે છે. ભ્રષ્ટ્રાચારમાં MD અને ડેરીના નિયામક મંડળ જવાબદાર હોય છે. મને કોઈએ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી. જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ.
આ પણ વાંચોઃ Ahmedabad: IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો