Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી એક્શન મોડમાં, મનપા કમિશનરને પત્ર લખી વ્યક્ત કરી નારાજગી

વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ સુરત મનપાના વહીવટી તંત્ર સામે બાંયો ચઢાવી છે. અધિકારીઓની સતત ઉપેક્ષા અને ફોન ન ઉપાડવાની આદતથી કંટાળીને તેમણે સીધો કમિશનરને પત્ર પાઠવ્યો છે. વસ્તી ગણતરીની આડમાં અટકી પડેલા રોડ-ગટરના કામો અને આગામી ચોમાસાની ચિંતાએ ધારાસભ્યને આકરા પ્રહારો કરવા મજબૂર કર્યા છે.
surat  વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી એક્શન મોડમાં  મનપા કમિશનરને પત્ર લખી વ્યક્ત કરી નારાજગી
Advertisement
  • ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો Surat મનપા કમિશનરને પત્ર
  • વસ્તી ગણતરીના બહાને વિકાસના કામો અટકતા વ્યક્ત કરી નારાજગી
  • પાંચ દિવસથી ફોન કરવા છતાં અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ
  • ચોમાસા પહેલા રોડ, ગટર અને પાણીના કામો પૂર્ણ કરવા કરી માંગ
  • અધિકારીઓ ટ્રેનિંગ અને મિટિંગોમાં વ્યસ્ત રહેતા લોકહિતના કામો ખોરવાયા
  • વિકાસકાર્યો પર અસર ન થાય તેવું આયોજન કરવા મનપાને તાકીદ

Kumar Kanani Letter Surat Commissioner: સુરતના વરાછા (Varachha) વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમારભાઈ કાનાણી (Kumar Kanani) ફરી એકવાર જનતાના પ્રશ્નોને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે સુરત મહાનગરપાલિકા (SMC) ના કમિશનરને એક પત્ર લખીને શહેરના અટકી પડેલા વિકાસકાર્યો (Development Works) અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કાનાણીએ આક્ષેપ કર્યો છે કે વસ્તી ગણતરીની કામગીરીના બહાને લોકોના પાયાના કામોમાં ભારે વિલંબ થઈ રહ્યો છે.

Surat: લોકોના પ્રશ્નોનનો પત્રમાં ઉલ્લેખ

પત્રમાં ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા પાંચ દિવસથી તેઓ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ટ્રેનિંગ અને મીટિંગોના બહાને અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. વસ્તી ગણતરી (Census 2026) ની કામગીરીમાં સ્ટાફ વ્યસ્ત હોવાને કારણે વોર્ડ સ્તરના કામો ખોરવાઈ રહ્યા છે, જેનો સીધો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ખાસ કરીને ચોમાસા (Monsoon) ની ઋતુ નજીક આવી રહી છે ત્યારે રોડ-રસ્તા, ગટર અને પાણીની લાઈનોના કામો જો ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો વરસાદી માહોલમાં લોકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે.

Advertisement

કામગીરી વેગવંતી બનાવવા વિનંતી કરી

કુમારભાઈ કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે વસ્તી ગણતરી જેવી વહીવટી પ્રક્રિયાને કારણે લોકહિતના કામો અટકવા ન જોઈએ. મનપા તંત્રએ એવું આયોજન કરવું જોઈએ કે વિકાસકાર્યો પર કોઈ વિપરીત અસર ન પડે. તેમણે કમિશનરને તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરી કામગીરી વેગવંતી બનાવવા વિનંતી કરી છે. ધારાસભ્યના આ પત્રથી સુરત મનપાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: Junagadh: પોલીસે ઝડપ્યું 18 લાખથી વધુનું ગેરકાયદે અનાજ, અનેક ખુલાસા થવાની શક્યતાઓ

Tags :
Advertisement

.

×