Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MNREGA Scam : મંત્રી પુત્ર કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ફરિયાદમાં ગંભીર આરોપ

એક કેસમાં જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ છતાં પોલીસે કિરણ ખાબડની ફરી અટકાયત કરી હતી.
mnrega scam   મંત્રી પુત્ર કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર  ફરિયાદમાં ગંભીર આરોપ
Advertisement
  1. મંત્રી પુત્ર કિરણ ખાબડનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર (MNREGA Scam)
  2. દેવગઢ બારીયાનાં લવારિયા ખાતે 21 કામો કર્યાં વગર જ નાણા ઉપાડી લીધાનો આરોપ
  3. મનરેગા કૌભાંડ મામલે બીજી પોલીસ ફરિયાદ દાખલ થતાં અટકાયત થઈ હતી
  4. આગળનાં ગુનામાં જામીન પર છૂટ્યા બાદ તરત જ પોલીસે અટકાયત કરી હતી
  5. પોલીસે કિરણ ખાબડને કોર્ટમાં રજૂ કરી 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા

દાહોદ મનરેગા કૌભાંડ (Dahod MNREGA Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. મંત્રી પુત્ર આરોપી કિરણ ખાબડનાં (Kiran Khabad) 7 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે. એક કેસમાં જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ છતાં પોલીસે કિરણ ખાબડની ફરી અટકાયત કરી હતી અને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. ફરિયાદમાં ધાનપુરનાં લવારિયા ખાતે 21 કામો કર્યા વગર જ નાણા ઉપાડી લીધા હોવાનો આરોપ છે.

આ પણ વાંચો - Dahod MNREGA Scam : મંત્રી બચુ ખાબડના પુત્રોને કોર્ટથી મળી રાહત, છતાં મુશ્કેલીમાં વધારો

Advertisement

Advertisement

કિરણ ખાબડનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ મનરેગા કૌભાંડ (Dahod MNREGA Scam) મામલે મંત્રી બચુભાઇ ખાબડના (Bachubhai Khabad) નાં પુત્ર કિરણ ખાબડનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉનાં કેસમાં બળવંત ખાબડ (Balvant Khabad) અને કિરણ ખાબડને (Kiran Khabad) ને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જે બાદ કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ થતાં અટકાયત કરવામાં આવી હતી. આજે પોલીસે કિરણ ખાબડને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતા કોર્ટે 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. કિરણ ખાબડ સામે થયેલ ફરિયાદમાં ધાનપુરનાં લવારિયા ખાતે 21 કામો કર્યા વગર જ નાણા ઉપાડી લીધા હોવાનો આરોપ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat By-Election : કડી-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિકોણીય નહીં ચતુષ્કોણીય જંગ જામશે

અગાઉનાં કેસમાં પોલીસની અરજી રદ કરી કોર્ટે જામીન યથાવત રાખ્યા હતા

જણાવી દઈએ કે, અગાઉનાં મનરેગા કૌભાંડ કેસમાં મંત્રી બચુભાઇ ખાબડના (Bachubhai Khabad) બંને પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad) અને કિરણ ખાબડને (Kiran Khabad) ને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે, પોલીસ (Dahod Police) દ્વારા બંને મંત્રી પુત્રની જામીન રદ કરવા અને સ્ટે મૂકવા અરજી કરાઈ હતી. પરંતુ, કોર્ટ દ્વારા પોલીસની અરજી ફગાવવામાં આવી હતી અને બંને મંત્રી પુત્રોના જામીન યથાવત રખાયા હતા.

આ પણ વાંચો - Operation Sindoor : 'પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી, 600 ડ્રોન તોડી પડાયા'

Tags :
Advertisement

.

×