Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખુલશે

કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) ખોલવાને મંજૂરી આપી દીધી છે. જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે
મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય  દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખુલશે
Advertisement
  • New Kendriya Vidyalaya:   મોદી કેબિનેટે બુધવારે લીધો મોટો નિર્ણય 
  • દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે
  • બિહારમાં 19 નવા કેન્દ્રીય  વિદ્યાલયો બનશે 

કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) ખોલવાને મંજૂરી આપી દીધી છે. જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે. આ 57 કેન્દ્રીય વિધાલય માંથી 7 ગૃહ મંત્રાલય દ્વારા અને 50 રાજ્ય સરકારો દ્વારા સ્પોન્સર કરવામાં આવશે. આ નવી શાળાઓ ખોલવાનો મુખ્ય હેતુ સંરક્ષણ, અર્ધસૈનિક દળો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનો છે. આ નવા વિદ્યાલયોના નિર્માણ અને સંચાલન પાછળ સરકાર દ્વારા ₹5,863 કરોડ સુધીનું મોટું રોકાણ કરવામાં આવશે. સરકારે આગામી 9 વર્ષમાં આ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ₹2,585 કરોડ માળખાકીય સુવિધાઓ અને ₹3,277 કરોડ શાળાઓના સંચાલન પર ખર્ચ થશે.

Tags :
Advertisement

.

×