રશિયાના President Putin અને PM મોદીની યોજાઇ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, 'આતંકવાદ સામે 'ખભે ખભા મિલાવીને' કાર્યવાહી કરવામાં આવશે'
- President Putin નો ભારતના આજે ભારતના પ્રવાસનો બીજો દિવસ
- PM મોદી અને પુતિને સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજી
- ભારત અને રશિયા વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
India Russia Relations: આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત (PM Modi Putin Meeting) કરી. આ મુલાકાત બાદ, પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દિલ્હીમાં સંયુક્ત પ્રેસ નિવેદન (Joint press conference of President Putin and PM Modi) આપ્યું.આ નિવેદન પહેલા, ભારત અને રશિયાએ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ માટે કરારો પર હસ્તાક્ષર કર્યા. અહેવાલો અનુસાર, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની વાતચીત બાદ, ભારત અને રશિયાએ બંદર અને શિપિંગ ક્ષેત્રોમાં સહયોગ માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને રશિયાએ તેમના અર્થતંત્રના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની યોજનાઓની પણ પુષ્ટિ કરી.
President Putin: PM મોદીએ શું કહ્યું?
સંયુક્ત નિવેદન પછી, પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત એવા સમયે આવી રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો અનુભવી રહ્યા છે. પીએમએ કહ્યું કે ભારત-રશિયા મિત્રતા છેલ્લા આઠ દાયકાથી ધ્રુવ તારા જેટલી મજબૂત રહી છે.પીએમએ કહ્યું કે ભારત-રશિયા સંબંધો પરસ્પર આદર અને ઊંડા વિશ્વાસ પર આધારિત છે. બંને દેશો વચ્ચેનો આ સંબંધ હંમેશા સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. અમે ભારત-રશિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સહકારના તમામ ક્ષેત્રોની ચર્ચા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા છે. પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલ પરનો કાયરતાપૂર્ણ હુમલો, આ બધી ઘટનાઓના મૂળ એક જ છે. ભારત દ્રઢપણે માને છે કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે અને તેની સામે વૈશ્વિક એકતા આપણી સૌથી મોટી તાકાત છે. ભારત અને રશિયા સંયુક્ત રાષ્ટ્ર, G-20, BRICS, SCO અને અન્ય મંચો પર ગાઢ સહયોગ કરી રહ્યા છે. અમે આ બધા મંચો પર અમારા સંવાદ અને સહયોગ ચાલુ રાખીશું."
President Putin: બંને દેશો વચ્ચે આ મામલે થયા કરાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 2030 સુધી ભારત-રશિયા આર્થિક સહયોગ કાર્યક્રમ પર સંમત થયા છીએ. રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત બાદ, પીએમ મોદીએ કહ્યું કે ભારત શરૂઆતથી જ યુક્રેન મુદ્દા પર શાંતિની હિમાયત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વભરમાં સુરક્ષિત અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે જરૂરી ખનિજોમાં ભારત-રશિયા સહયોગ મહત્વપૂર્ણ છે.પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ભારત અને રશિયા યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે FTA ના વહેલા નિષ્કર્ષ તરફ કામ કરી રહ્યા છે. ભારત હંમેશા યુક્રેનમાં શાંતિમાં યોગદાન આપવા માટે તૈયાર રહ્યું છે અને ભવિષ્યમાં પણ આમ કરવાનું ચાલુ રાખશે. યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ અને સ્થાયી ઉકેલ માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું અમે સ્વાગત કરીએ છીએ.
President Putin: રાષ્ટ્રપતિ પુતિને આપ્યું મોટું નિવેદન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, "છેલ્લા કેટલાક વર્ષોમાં, તમે અમારા સંબંધોને સુધારવા માટે ઘણું કર્યું છે. અમે સહયોગ માટે વધુ ક્ષેત્રો ખોલી રહ્યા છીએ, જેમાં હાઇ-ટેક એરક્રાફ્ટ, અવકાશ સંશોધનો પણ ખાસ સમાવેશ થાય છે. વધુમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતની આતિથ્યસત્કારની પ્રશંસા કરી.
નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, "બ્રિક્સના સ્થાપક રાષ્ટ્રો તરીકે, રશિયા અને ભારતે આ સંગઠનની સત્તા વધારવા માટે ઘણું કર્યું છે અને તેમ કરતા રહેશે. જેમ તમે જાણો છો, આવતા વર્ષે ભારત બ્રિક્સનું પ્રમુખપદ સંભાળશે. અમે અમારા ભારતીય મિત્રોને જરૂરી તમામ સહાય પૂરી પાડીશું."
રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, "હું રશિયન પ્રતિનિધિમંડળને આપેલા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી મોદી અને અમારા બધા ભારતીય સાથીઓનો આભાર માનું છું. ગઈકાલે રાત્રિભોજન માટે હું પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માનું છું.
આ પણ વાંચો: Vladimir Putin india Visit : PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન PM ના સત્તાવાર નિવાસસ્થાન પહોંચ્યા