આ એક્ટ્રેસ સાથે જોડાયું Mohammed Siraj નું નામ,કર્યું આ કામા
- ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ચર્ચામાં
- મોહમ્મદ સિરાજે માહિરા શર્માની પોસ્ટ કરી લાઈક
- એક્ટ્રેસ સાથે જોડાયું નામ
Mohammed Siraj:ભારતીય ટીમનો ફાસ્ટ બોલર(Indian Cricket Team) મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી નહીં રમે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી IPLના ઓક્શનમાં તેને ગુજરાત ટાઈટન્સે રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો. સિરાજ જે રીતે સફળતાની સીડીઓ ચડી રહ્યો છે તે ખરેખર વખાણવા લાયક છે.
એક્ટ્રેસ સાથે જોડાયું નામ
મોહમ્મદ સિરાજે (Mohammed Siraj)આ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. સિરાજે આજે જે કંઈ હાંસલ કર્યું છે તે ચોક્કસપણે પ્રેરણાદાયી છે. એક તરફ મોહમ્મદ સિરાજ ક્રિકેટના મેદાન પર પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા (Social)પર તેના વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જે તેના અંગત જીવન સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો -IPL 2025 Mega Auction MI: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ
મોહમ્મદ સિરાજે માહિરા શર્માની પોસ્ટ કરી લાઈક
જ્યારથી મોહમ્મદ સિરાજે (Mohammed Siraj)માહિરા શર્મા(Mahira Sharma)ની પોસ્ટ લાઈક કરી છે ત્યારથી તેના વિશે સતત ચર્ચા ચાલી રહી છે. ફેન્સ માને છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. ફેન્સ પણ મોહમ્મદ સિરાજને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતા જોવા મળે છે. પરંતુ આ બંને વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
આ પણ વાંચો -IPL Auction 2025:ભારતીય ફાસ્ટ બોલર્સ માટે ટીમોએ ખોલી તિજોરી, આટલા કરોડમાં ખરીદયા
કોણ છે માહિરા શર્મા?
માહિરા શર્મા એક એક્ટ્રેસ મોડલ છે. માહિરાનો જન્મ જમ્મુમાં થયો હતો. માહિરાએ 17 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. તેણે ટીવી પર 'યારોં કા ટશન' શોથી ડેબ્યૂ કર્યું હતું. માહિરાને ડાન્સ અને મ્યુઝિકનો પણ ઘણો શોખ છે. તે પંજાબી ગીત 'લહેંગા'માં પણ જોવા મળી છે. એક સમયે તે પારસ છાબરા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સમય પહેલા પારસે કહ્યું હતું કે તેની અને માહિરા વચ્ચે કોઈ સંબંધ નથી.