Monsoon : આગામી 48 કલાકમાં......
Monsoon : કાળઝાળ ગરમીમાં શેકાયેલા લોકો માટે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં મેઘરાજાની વાજતે ગાજતે પધરામણી થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું (Monsoon) બેસશે.
ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
આ વખતે દેશમાં સમય કરતાં વહેલું ચોમાસું શરુ થયું છે. કેરળમાં પ્રવેશેલું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે અને આગામી 2 દિવસ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રને પલાળી રહેલું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું બેસી જશે
આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું બેસી જશે તે સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ગાજવીજ અને વરસાદ સાથે ચોમાસાનું આગમન છે
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તેવું અનુમાન છે.
સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ આગાહી કરાઇ છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #Gujarat
DAY 1-4 pic.twitter.com/RUnSzQEyDh— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 9, 2024
ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી
આજે ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત
ડાંગ,નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ અને બોટાદ અને અમરેલીમાં આજે વરસાદ પડી શકે છે.
10 જૂન
સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરાનગર હવેલી ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,બોટાદ ,દીવમાં આગાહી કરાઇ છે.
11 જૂન
સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથ
12 જૂન
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
13 જૂન
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
14 જૂન
સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી
15 જૂન
નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી, ગીર સોમનાથમાં આગાહી
16 જૂન
નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી
આ પણ વાંચો------ Rain in Gujarat : 24 કલાકમાં 72 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી