Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Morbi: લાલજી દેસાઈના નિવેદનથી રાજકારણ ગરમાયું, જીતુભાઈ વાઘાણીનો વળતો પ્રહાર

મોરબીમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ (Lalji Desai) એ કલાકારોને ઉદ્યોગપતિઓના પક્ષકાર ગણાવી 'ગુજરાતનું નાક કપાવી રહ્યા છે' તેવું વિવાદાસ્પદ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. જેના જવાબમાં સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) એ આને કોંગ્રેસના હીન સંસ્કાર ગણાવી કલાકારોના અપમાન બદલ આકરા પ્રહાર કર્યા છે.
morbi  લાલજી દેસાઈના નિવેદનથી રાજકારણ ગરમાયું  જીતુભાઈ વાઘાણીનો વળતો પ્રહાર
Advertisement
  • Morbi: ટાટા , અદાણી, અંબાણીના નામે કલાકારોના નિવેદન પર પ્રહાર
  • કલાકારો ભેગા થઈને ગુજરાતી કહી નાક કપાવી રહ્યા છેઃલાલજી દેસાઈ
  • રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કર્યા વાર
  • કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છેઃ જીતુભાઈ

Morbi:ગુજરાતના સાંસ્કૃતિક વારસા સમાન કલાકારો સામે રાજકીય નિવેદનબાજીને કારણે હાલ વિવાદ વકર્યો છે. તાજેતરમાં કોંગ્રેસ (Congress) નેતા લાલજી દેસાઈ (Lalji Desai) દ્વારા જાહેર મંચ પરથી કલાકારો અંગે કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદને કલાજગતમાં ભારે રોષ જગાડ્યો છે. મોરબી (Morbi) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કલાકારો અને ઉદ્યોગપતિઓ પર પ્રહાર કર્યા હતા.

Morbi: શું હતો સમગ્ર વિવાદ?

કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ (Lalji Desai) એ જાહેર સ્ટેજ પરથી કલાકારોના નામે નિશાન સાધ્યું હતુ. રતન ટાટા (Ratan Tata), ગૌતમ અદાણી (Gautam Adani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) ના અંગે તોછડાઈભરી ભાષામાં ભાષણ આપ્યું હતુ. વધુમાં કહ્યું હતુ કે કલાકારો ભેગા થઈને ગુજરાતી કહી નાક કપાવી રહ્યા છે. લાલજી દેસાઈ  આ નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકસાહિત્યકારો, ગાયકો અને કલાપ્રેમી જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement

જીતુભાઈ વાઘાણીએ લીધા આડે હાથ

આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani) એ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે. આવી હીન કક્ષાની ભાષા ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં." જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે ગુજરાતના ગૌરવ સમાન કલાકારો માટે આવા અપમાનજનક શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે.

Advertisement

"ઘાંઘી થયેલી કોંગ્રેસ વલખાં મારે છે"

જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani) એ વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના વિકાસની ઈર્ષા કરી રહી છે. તેમણે કહ્યું કે, "કેટલાક ચોક્કસ લોકોને ખુશ રાખવા માટે કોંગ્રેસ આવા પાયાવિહોણા નિવેદનો કરે છે. સત્તાથી દૂર અને જનતા દ્વારા નકારાયેલી કોંગ્રેસ હવે ઘાંઘી થઈને વલખાં મારી રહી છે, પરંતુ તેમને લોક સ્વીકૃતિ મળતી નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ કલાકાર, જે સમાજને દિશા આપે છે, તેના માટે આવા શબ્દોનો પ્રયોગ અશોભનીય છે.  આ નિવેદન બાદ કલાકારોમાં પણ રોષ છે.

આ પણ વાંચોઃ Morbi: પિતા સાથેના ઝઘડાનું વેર 2 વર્ષના માસુમ પર વાળ્યું! આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.

×