Bhavnath Mela : મોરારીબાપુએ કહ્યું, 'મહાકુંભ' પછી જુનાગઢમાં 'મિનિકુંભ', યુવાનો આવે છે મતલબ સનાતન ધર્મ..!
- મહાશિવરાત્રિનાં પર્વ પર મોરારીબાપુની પ્રતિક્રિયા (Bhavnath Mela)
- ગુજરાત ફર્સ્ટ સાથે મોરારીબાપુએ કર્યો સનાતન સંવાદ
- "મહાશિવરાત્રિનાં પર્વની દર્શકોને ખુબ-ખુબ શુભેચ્છા"
- "ભવનાથના મેળામાં છેલ્લા 55 વર્ષથી આવું છું"
- "ભવનાથમાં ભોળાનાં સાનિધ્યમાં સનાતનનો સંગમ"
- "મહાકુંભ પછી મહાશિવરાત્રિનો જુનાગઢમાં મિનિકુંભ"
Junagadh : જુનાગઢનાં ભવનાથમાં શિવરાત્રિ (Mahashivratri 2026) નિમિત્તે 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો (Bhavnath Mela) આજે ચોથો દિવસ છે અને છેલ્લા 4 દિવસમાં લાખો શિવભક્તો અહીં પહોંચ્યા છે અને ભવનાથ મહાદેવનાં દર્શન કરી ભવ્યતા અનુભવી છે. દેશ-દુનિયાભરથી ભક્તો અહીં પહોંચી રહ્યા છે. સાથે જ સાધુ-સંતો અને મહંતો પણ ભવનાથ આવ્યા છે. જાણીતા કથાકાર મોરારીબાપુ (Morari Bapu) સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વિશેષ સંવાદ કર્યો હતો. મોરારીબાપુએ ભક્તોને શિવરાત્રિની શુભકામના પાઠવી અને કહ્યું કે, ભવનાથમાં ભોળાનાં સાનિધ્યમાં આ સનાતનનો સંગમ છે. મહાકુંભ પછી જુનાગઢમાં મહાશિવરાત્રિનો મિનિકુંભ (Mini Kumbh) યોજાયો હતો.
Morari Bapu Mahashivratri Girnar message to youth
Spiritual Wisdom: મોરારી બાપુના મુખેથી જાણો 'શિવરાત્રી' અને 'મહાશિવરાત્રી' વચ્ચેનો તફાવત; 60 વર્ષથી ગિરનાર આવતા બાપુનો યુવાનોને ખાસ સંદેશ@MorariBapu_ #MorariBapu #Mahashivratri #Girnar #SanatanDharma #YouthMotivation… pic.twitter.com/JL5VMw9akd— Gujarat First (@GujaratFirst) February 14, 2026
Bhavnath Mela, ગુજરાત ફર્સ્ટ સાથે મોરારીબાપુનો સનાતન સંવાદ
મહાશિવરાત્રિનાં મહાપર્વને લઈને જાણીતા કથાકાર મોરારીબાપુએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીત દરમિયાન શિવભક્તોને શિવરાત્રિની શુભકામના પાઠવી અને કહ્યું કે, તેઓ છેલ્લા 55 વર્ષથી ભવનાથના મેળામાં અચુક આવે છે અને શિવજીના સાનિધ્યમાં ભક્તિની સાધનામાં લીન થઈ જાય છે. પ્રયાગરાજના મહાકુંભ પછી ભવનાથમાં (Bhavnath Mela) મહાશિવરાત્રિનાં મિનિ કુંભને આવકારીને મોરારીબાપુએ સ્થાનિક તંત્રની કામગીરીનાં પણ વખાણ કર્યા. મોરારીબાપુએ કહ્યું કે, મહાકુંભ હોય કે જુનાગઢનો મિનિકુંભ દરેકમાં યુવાવર્ગ આગળ આવી રહ્યો છે, જેનો સીધો મતલબ એ છે કે સનાતન ધર્મ વધુ મજબુત બની રહ્યો છે.
આ પણ વાંચો - Junagadh: CM ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જૂનાગઢની મુલાકાતે, સાધુ-સંતોના લેશે આશીર્વાદ
યુવાવર્ગ સનાતન તરફ આગળ વધી રહ્યો છે તેનો આનંદ છે : મોરારીબાપુ
મહાશિવરાત્રિનાં (Mahashivratri 2026) મહાપર્વ નિમિત્તે જાણીતા કથાકાર મોરારીબાપુ એ જણાવ્યું હતું કે, પોતે છેલ્લા 55 વર્ષથી ભવનાથનાં આ મહાશિવરાત્રિ મેળામાં અચૂક આવે છે. પ્રયાગરાજનાં મહાકુંભ પછી ભવનાથનાં મહાશિવરાત્રિના મિનિકુંભનાં આયોજનને આવકારી મોરારીબાપુ એ સરકાર, સ્થાનિક તંત્ર અને સાધુ-સંતોના પ્રયાસના વખાણ કર્યાં હતા. સાથે જ યુવા વર્ગ સનાતન તરફ ઝૂકે છે તેનો વિશેષ આનંદ વ્યક્ત કરી મોરારીબાપુ એ કહ્યું હતું કે, આ ખૂબજ સારી બાબત છે અને હું જોઈ રહું છું ભાવિ આ યુવા પેઢીનો પ્રયાગરાજ મહાકુંભ (Prayagraj Mahakumbh) હોય કે પછી જુનાગઢનો મિનિકુંભ યુવાનો દેખાય છે, મતલબ સનાતન ધર્મ વધુ મજબૂત બની રહ્યો છે.
આ પણ વાંચો - Vadodara : શિવજી કી સવારીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ જોડાશે


