Morari Bapu એ રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં દિવંગત થયેલા આત્માઓની શાંતિ માટે અર્પણ કરી સહાય
Morari Bapu : બે દિવસ પહેલાં હરિદ્વારથી ઈન્દોર જતી બસનો રાજસ્થાન હાઈવે પર અકસ્માત થયો હતો અને તેમાં 8 લોકોનાં મોત નિપજયા છે. દૌસા નજીક હાઇવે પર રાત્રીનાં 2.30 વાગ્યે ઈન્દોર જતી બસ આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં જોતજોતામાં બસમાં આગ લાગી હતી અને તેમાં 8 લોકોનાં કરુણ મોત નિપજયા હતા.
Advertisement
Morari Bapu : સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, ડીએનએ ટેસ્ટ કરાવી વારસદારોને મૃતદેહ સોંપવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,20,000 (એક લાખ વીસહજારની ) સહાયતા રાશિ અર્પણ કરી છે.

