Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi: ચીખલીમાં 2 પરિવાર બાઝ્યા! તલવાર અને લાકડીઓ વડે એકબીજા પર હુમલો

Morbi: મોરબીમાં આવેલા ચીખલી ગામમાં 2 પરિવારો વચ્ચે મોટી બબાલ થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં બે પરિવારો વચ્ચે જીવલેણ હુમલો થયાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે માળીયા મીયાણાના ચીખલી ગામમાં આ ઘટના બની હતી.સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે...
morbi  ચીખલીમાં 2 પરિવાર બાઝ્યા  તલવાર અને લાકડીઓ વડે એકબીજા પર હુમલો
Advertisement

Morbi: મોરબીમાં આવેલા ચીખલી ગામમાં 2 પરિવારો વચ્ચે મોટી બબાલ થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં બે પરિવારો વચ્ચે જીવલેણ હુમલો થયાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે માળીયા મીયાણાના ચીખલી ગામમાં આ ઘટના બની હતી.સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 2 દિવસ પહેલા પણ લગ્નમાં કઈક કારણોસર બોલાચાલી થઈ હતી. નોંધનીય છે કે, આ બોલાચાલી થયા બાદ ફરી મામલો બિચકાયો અને મોટી બબાલ થઈ ગઈ હતી.

વિવાદ વધ્યો અને હથિયારો વડે એકબીજા પર હુમલો થવા લાગ્યો

મળતી વિગતો પ્રમાણે મોરબી (Morbi)ના ચીખલી ગામે બે પરિવાર વચ્ચે બબાલ થઈ હતી. નોંધનીય છે કે, બોલાચાલી થયા બાદ વિવાદ વધ્યો અને હથિયારો વડે એકબીજા પર હુમલો થવા લાગ્યો હતો. એટલું જ નહીં પરંતુ મામલો એવો બિચકાયો કે, બન્ને પરિવારોએ એકબીજા પર તલવાર અને લાકડીઓ લઇને હુમલો કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે, અત્યારે તમામ ઇજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા જ્યા અન્ય 6 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતાં.

Advertisement

માળીયા મીયાણા પોલીસે પોતાની તપાસ શરૂ કરી

નોંધનીય છે કે, શા માટે આ બબાલ થઈ તે અંગે હજી ચોક્કસ કોઈ વિગત સામે આવી નથી પરંતુ આ મામલે માળીયા મીયાણા પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. વિગતો એવી પણ મળી રહીં છે કે, ઘણા સમયથી આ બે પરિવારો વચ્ચે બોલાચાલી ચાલી રહીં હતીં.કારણ કે, 2 દિવસ પહેલા પણ લગ્નમાં કઈક કારણોસર બોલાચાલી થઈ હતી. પરંતુ આ વખતે મામલો વધારો ઉગ્ર બની ગયો અને હથિયારો વડે હુમલાઓ થવા લાગ્યા હતા. જેમાં 9 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે.  ઉલ્લેખીય છે કે, આ મામલો પોલીસ અત્યારે તપાસ કરી રહીં છે કે, આખરે આ ઝઘડાનું મૂળ કારણ શું હતું?

Advertisement

આ પણ વાંચો: Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો: Kutch : BJP સભ્યનાં પતિની ધરપકડ, રાજકીય વગ ધરાવતા 2 આગેવાનોનાં નામ પણ સામેલ!

આ પણ વાંચો: GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ

Tags :
Advertisement

.

×