Morbi : 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મેરુપરનો યુવાન અચાનક ગુમ થયો, શંકાસ્પદ હાલતમાં મળી લાશ!
- Morbi નાં હળવદનાં યુવાનનું ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ મોત
- હળવદનાં મેરુપરનો યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા થયો હતો
- લાપતા થયા બાદ નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો હતો
- રાજદીપસિંહ ડોડીયા 7 વર્ષથી સિડનીમાં રહી નોકરી કરતો હતો
- સ્ટુડન્ટ વિઝા પર ગયા બાદ નોકરી કરતા યુવાનનું શંકાસ્પદ મોત
મોરબી જિલ્લાના (Morbi) હળવદ તાલુકાનો 29 વર્ષીય યુવક ઓસ્ટ્રેલિયામાં (Australia) ગુમ થયો હતો. જે બાદ છઠ્ઠા દિવસે યુવકની નદી કાંઠે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. મંગળવારે પીએમ બાદ મૃતદેહને હળવદનાં (Halvad) મેરુપર ગામે અંતિમ સંસ્કાર માટે લવાશે. આ માટે ભારતીય દુતાવાસ અને સરકારે કામગીરી હાથ ધરી છે. મૃતક યુવકનાં એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને પત્નીને પણ પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો.
આ પણ વાંચો - Ahmedabad : ઠક્કરનગર પાસે મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતી 2 મહિલા ઝડપાઈ, Video વાઇરલ
મોરબીના હળવદના યુવાનનું ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ મોત
હળવદના મેરુપરનો યુવાન ઓસ્ટ્રેલિયામાં થયો હતો લાપતા
લાપતા થયા બાદ નદી કાંઠેથી મળી આવ્યો હતો મૃતદેહ
રાજદીપસિંહ ડોડીયા 7 વર્ષથી સિડનીમાં રહી કરતો હતો નોકરી
સ્ટુડન્ટ વિઝા પર ગયા બાદ નોકરી કરતા યુવાનનું શંકાસ્પદ મોત
એક વર્ષ પહેલા જ… pic.twitter.com/SPhZc1ipfs— Gujarat First (@GujaratFirst) June 8, 2025
રાજદીપસિંહ ડોડીયા 7 વર્ષથી સિડનીમાં રહી નોકરી કરતો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાના (Morbi) હળવદ તાલુકાનાં મેરુપર ગામનો (Merupar) યુવક 29 વર્ષીય રાજદીપસિંહ ડોડીયા 7 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા (Australia) ગયો હતો. ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં રહીને રાજદીપસિંહ નોકરી કરતો હતો. રાજદીપસિંહનાં એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને લગ્નનાં 3 મહિના પછી પત્નીને પણ પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો. જો કે, 1 જૂનનાં રોજ નોકરી પર ગયા બાદ રાજદીપસિંહ ડોડીયા અચાનક ગુમ થયો હોવાની માહિતી સામે આવી હતી.
આ પણ વાંચો - Mehsana : કડીમાં વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીએ 10 વર્ષનાં બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું
મૃતદેહને હળવદના મેરુપર ખાતે અંતિમ સંસ્કાર માટે લવાશે
ત્યાર બાદ 6 જૂનનાં રોજ રાજદીપસિંહ ડોડીયાનો (Rajdeep Singh Dodia Case) નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી અનુસાર, મંગળવારે પીએમની કાર્યવાહી બાદ રાજદીપસિંહના મૃતદેહને વતન હળવદનાં મેરુપર ગામે અંતિમ સંસ્કાર માટે લવાશે. આ માટે ભારતીય દુતાવાસ અને સરકારે કામગીરી હાથ ધરી છે. જો કે, રાજદીપસિંહનું મૃત્યું કેવી રીતે થયું તે હજું પણ રહસ્ય છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. તપાસમાં મસમોટા ખુલાસાની વકી છે. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો - Surat : વધુ એક મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું