ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi : 8 ગામના ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર : પાક નુકસાનીનું વળતર અને સંપૂર્ણ દેવા માફીની માગ

Morbi : ગુજરાતમાં ઓક્ટોબરમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે મોરબી જિલ્લાના 8 ગામોના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વળતર અને સંપૂર્ણ દેવા માફીની માંગ કરી છે. વાંકડા, આંદરણા, ચકમપર અને ઝીંકીયારી સહિતના ગામોના ખેડૂતોએ આ આવેદનમાં જોડાઈને સરકારને અપીલ કરી છે કે, પાકના નાશને કારણે થયેલા આર્થિક નુકસાનનું 100 ટકા વળતર આપવામાં આવે અને ખેડૂતોના બધા દેવા માફ કરવામાં આવે.
03:47 PM Nov 06, 2025 IST | Mujahid Tunvar

આ આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે તેમની આવકના મુખ્ય સ્ત્રોત પર ફટકો પડ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકારી સર્વે પ્રક્રિયા અસરકારક નથી અને તેમને માત્ર નજીવી વળતર મળે છે, જ્યારે વાસ્તવિક નુકસાન લાખો રૂપિયાનું છે. તે ઉપરાંત ખેડૂતો જણાવ્યું હતુ કે, બગડેલા પાકને ખેતરમાંથી કાઢવાનો ખર્ચ પણ 10-12 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર થાય છે, જેથી યોગ્ય પ્રમાણમાં વળતર આપવાની માગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરમાં બગડી ગયેલા પાકને ખેડાઈ થકી કાઢવામાં મોટો ખર્ચો થતો હોય છે.

આ આવેદન ગુજરાતભરમાં ખેડૂત વર્ગના વધતા આક્રોશના સંદર્ભમાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' પણ સોમનાથથી શરૂ થઈ છે અને ખેડૂતોની સમસ્યાઓને લઈને 100 ટકા વળતરની જાહેરાત કરી છે. મોરબીના ખેડૂતોનું આ આવેદનપત્ર સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે અમરેલી, જામનગર અને ગીર સોમનાથમાં પણ થઈ રહેલા વિરોધો સાથે જોડાયેલું છે. ભારતીય કિસાન સંઘ જેવા સંગઠનો પણ સર્વેના 'નાટક'ને બંધ કરીને સીધી સહાય આપવાની માગ કરી રહ્યા છે.

સરકારી તરફથી હજુ સુધી કમોસમી વરસાદના નુકશાની પર સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યભરમાં 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા કરીને તાત્કાલિક સર્વે અને વળતરના આદેશ આપ્યા છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સર્વેમાં સમય બગાડ્યા કરતાં ખેડૂતોને સીધી સહાય આપવી જોઈએ. જો માગણીઓ પૂર્ણ ન થઈ આગામી સમયમાં રાજ્યના ખેડૂતો રસ્તાઓ ઉપર ઉતરી શકે છે.

આ પણ વાંચો- ગુજરાતના ખેડૂતોના અવાજને મજબૂત કરશે કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ યાત્રા’ : સોમનાથથી શરૂ, 900 કિમીનું પ્રવાસ

Tags :
#CompensationDemand#DebtWaiver#MorbiFarmercropdamageUnseasonalrain
Next Article