Morbi : 'Gun Culture' ની ગેમ! મનોજ પનારા બાદ MLA કાંતિ અમૃતિયા અને લાલજી પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
- Morbi માં પાટીદારોએ બંદૂક માટે અરજી કરતા મુદ્દો ગરમાયો (Gun Culture)
- મનોજ પનારા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા
- SPG અધ્યક્ષ લાલજી પટેલની પણ પ્રતિક્રિયા આવી સામે
વિદેશોની જેમ હવે ગુજરાતમાં પણ 'ગન કલ્ચર' ની (Gun Culture) ચર્ચાએ જોર પકડ્યું છે. મોરબીમાં (Morbi) એક સાથે 200 જેટલા પાટીદાર યુવકોએ હથિયાર રાખવા લાઇસન્સની માગ કરી છે. મોટી સંખ્યામાં પાટીદાર યુવકો કલેક્ટર કચેરીઓ પહોંચ્યા હતા. આ મામલે પાટીદાર યુવા સેવા સંઘનાં અગ્રણી મનોજ પનારા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને SPG અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.
ચૂંટણીને અનુલક્ષી મનોજ પનારાનું આ પ્લાનિંગ છે : કાંતિ અમૃતિયા
મોરબીમાં (Morbi) મોટી સંખ્યામાં પાટીદાર યુવકો (Patidar Samaj) દ્વારા હથિયારનાં લાઇસન્સની માગ મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ (MLA Kanti Amrutiya) પ્રતિક્રિયા આપી હતી અને મનોજ પનારા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મનોજ પનારા સમાજને ગુમરાહ કરી રહ્યા છે. એકસાથે 200 લોકો હથિયાર માટે ગયા પહેલીવાર જોયું છે. લાઇસન્સ મળતાં હોય તો મદદ માટે અમે તૈયાર છીએ. કાંતિ અમૃતિયાએ આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણીને અનુલક્ષી મનોજ પનારાનું આ પ્લાનિંગ છે.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે : લાલજી પટેલ
જ્યારે SPG અધ્યક્ષ લાલજી પટેલે (Lalji Patel) કહ્યું કે લાઇસન્સ આપવા જોઈએ. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. કોઈપણ વ્યક્તિ જરૂર હોય તો પરવાનો માગે. વિદેશમાં સ્વરક્ષા માટે સરકાર હથિયારની મંજૂરી આપે છે. રાજ્યમાં રેપ અને મર્ડરની ઘટનાઓ સતત વધી રહી છે. તેમણે કહ્યું કે, મોરબીનાં યુવાનોને લાગ્યું હશે કે હથિયાર હશે તો સુરક્ષિત છીએ. યુવાનોએ કાયદેસર હથિયાર માગ્યું છે તો આપવું જોઈએ. લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર નહીં પણ કોઈપણ સમાજના યુવાન જરૂરિયાત હોય તો પરવાનો માગી શકે છે. હથિયાર માટે અરજી કરી છે તો ચકાસણી કરીને લાઇસન્સ (Weapons Licenses) આપવું જોઈએ. ખોટી રીતે દુરુપયોગ ના થાય તે રીતે કડક નિયમો સાથે હથિયાર આપવું જોઈએ.
Morbi માં મોટી સંખ્યામાં Patidar સમાજના યુવોનો રિવોલ્વરના લાયસન્સ માટે કલેકટર કચેરીએ પહોંચ્યા | GujartFirst #PatidarCommunity #RevolverLicense #YouthProtest #CollectorOffice #GujaratFirst pic.twitter.com/0yN4OW3UEH
— Gujarat First (@GujaratFirst) November 28, 2024
આ પર વાંચો - Khyati Hospital Scam : ડો. પ્રશાંત સામે GMC ની કડક કાર્યવાહી, તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો
અમને તંત્ર તરફથી કોઈ સપોર્ટ મળતો નથી : મનોજ પનારા
જણાવી દઈએ કે, આ મામલે પાટીદાર યુવા સેવા સંઘના (Patidar Yuva Seva Sangh) અગ્રણી મનોજ પનારાએ આરોપ મૂકતા કહ્યું હતું કે, રાજ્યમાં વ્યાજખોર, હનીટ્રેપ અને લુખ્ખા તત્વો સતત વધ્યા છે. અમને તંત્ર તરફથી કોઈ સપોર્ટ મળતો નથી. FIR કરવા જઈએ ત્યારે FIR લેવાતી નથી. FIR લેવામાં આવે તો ગુંડાઓને જાણ કરે છે. મનોજ પનારાએ (Manoj Panara) ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, મોરબીમાં રક્ષક જ ભક્ષક છે.
આ પર વાંચો - Gandhinagar : પોલીસ ભરતી બોર્ડ અંગે મહત્ત્વનાં સમાચાર, IPS Neeraja Gotru ની ચેરમેન તરીકે નિયુક્તિ
મોટી સંખ્યામાં પાટીદાર યુવાનોએ કરી હથિયારનાં લાઇસન્સની માગ
મોરબીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના (Patidar Samaj) યુવાનો રિવોલ્વરનાં લાઇસન્સ માટે કેલક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પાટીદાર યુવાઓ વ્યાજખોર, અપહરણ, અત્યાચારનો ભોગ બની રહ્યા હોવાને લઈને શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરાઈ છે. આ સંઘનાં યુવાનોએ સ્વ રક્ષણ માટે મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. માહિતી અનુસાર, આ સંઘમાં 2 હજાર 500 થી 3 હજાર કેટલા યુવાનો જોડાયા છે. સાથે જ યુવાઓએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊઠાવ્યા હતા. યુવાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે તંત્રની મિલીભગતનાં કારણે આવા તત્વો બેફામ બની રહ્યા છે, જેનો મોટા પ્રમાણમાં ભોગ પાટીદાર સમાજનાં યુવાઓ બની રહ્યા છે. તો આ મુદ્દે કલેક્ટરે SP સાથે બેઠક કરી આ પ્રકારનાં બનાવો ન બને તે માટે કડક પગલાં લેવા માટે કામગીરી કરવાની વાત કરી હતી.
આ પર વાંચો - BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!