Morbi : Padmashri Dayalji Parmar (દયાળજી મુનિ) ની ચિર વિદાય, ટંકારામાં શોક
- મોરબી ટંકારાના રહેવાસી પદ્મશ્રી Padmashri Dayalji Parmar (દયાળજી મુનિ) ની ચિર વિદાય
- ચાર સંસ્કૃત વેદોનાં ગુજરાતી ભાષાંતર કરનારા પદ્મશ્રી દયાળજી પરમારનું અવસાન
- તાજેતરમાં જ તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
મોરબી (Morbi) ટંકારાનાં રહેવાસી પદ્મશ્રી દયાળજી પરમાર (દયાળજી મુનિ) ની ચિર વિદાય થઈ છે. ચાર સંસ્કૃત વેદોના ગુજરાતી ભાષાંતર કરી લોકોને વેદો સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવનાર એવા પદ્મશ્રી દયાળજી પરમારનું (Padmashri Dayalji Parmar) અવસાન થયું છે. થોડા દિવસો પહેલા જ તેઓને રાજકોટની (Rajkot) ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓની ઈચ્છા મુજબ તેઓને રજા આપી ટંકારા સ્થિત ઘરે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Banaskantha : Vav માં કોનો પડશે 'વટ' ? રાજસ્થાનનાં ભુવાએ કરી ચોંકાવનારી આગાહી! જુઓ Video
થોડા દિવસો પહેલા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા
દવા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર અને મોરબી (Morbi) ટંકારાનાં રહેવાસી પદ્મશ્રી દયાળ પરમારની (Padmashri Dayalji Muni) આજે ચિર વિદાય થઈ છે. ટંકારાનાં મહાન વ્યક્તિત્વની વિદાયથી ટંકારામાં (Tankara) અને આર્ય સમાજનાં લોકોમાં શોકની લાગણી વ્યાપી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની ઈચ્છા મુજબ તેઓને રજા આપી ટંકારા સ્થિત ઘરે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Khyati Hospital નાં આ તબીબની રાજકોટમાં પણ હોસ્પિટલ! ચેરમેનની ધરપકડમાં લાગી શકે છે વધુ સમય, જાણો કારણ
તાજેતરમાં જ તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો
ચાર સંસ્કૃત વેદોનાં ગુજરાતી ભાષાંતર કરી લોકોને વેદો સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવમાર એવા પદ્મશ્રી દયાળજી પરમારનું (Padmashri Dayalji Parmar) અવસાન થતાં ગમગીની છવાઈ છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ટંકારા (Tankara) પરત આવ્યા બાદ પદ્મશ્રી દયાળજી મુનિએ ટંકારા સ્મશાન ભૂમિને અનુદાન આપ્યું હતું. પોતાના સ્વખર્ચે પોતાની અંતિમ ક્રિયા થાય તે હેતુથી સ્મશાન ભૂમિને પોતાનાં જ હસ્તે અનુદાન અપાયું હતું.
આ પણ વાંચો - Ahmedabad : Khyati Hospital માં Gujarat First નું રિયાલિટી ચેક, થયાં ચોંકાવનારા ખુલાસા!