Morbi: પિતા સાથેના ઝઘડાનું વેર 2 વર્ષના માસુમ પર વાળ્યું! આરોપીની ધરપકડ
- મોરબીના ટંકારામાં 2 વર્ષીય બાળક સાથે હેવાનિયત
- શ્રમિકના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- ટંકારા પોલીસે કૃત્ય કરનાર આરોપીની કરી ધરપકડ
બાળકના પિતા સાથે થયો હતો ઝઘડો!
મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તર પ્રદેશનો એક શ્રમિક પરિવાર તેના 2 વર્ષના પુત્ર સાથે રહે છે. આ જ કારખાનામાં બિહારનો મૂળ નિવાસી રામવિલાસ તૈલી (Ramvilas taili) નામનો શખ્સ પણ મજૂરી કામ કરે છે. થોડા સમય પહેલા કામ દરમિયાન રામવિલાસને બાળકના પિતા સાથે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ ઝઘડાની અદાવત રામવિલાસે મનમાં રાખી હતી અને તે બદલો લેવાની ફિરાકમાં હતો.
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
31મીસેમ્બરના રોજ મવિલાસે મોકો જોઈ માસુમ બાળકને લલચાવી-ફોસલાવી પોતાની ઓરડીમાં લઈ ગયો હતો. ત્યાં તેણે માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળક લાંબા સમય સુધી ન દેખાતા તેની માતા ચિંતાતુર બની હતી અને આસપાસના ક્વાર્ટરમાં શોધખોળ શરૂ કરી હતી.
પરિવારે બાળકની શોધખોળ કરી
શોધખોળ દરમિયાન જ્યારે માતા પડોશમાં રહેતા રામવિલાસની ઓરડીમાં તપાસ કરવા ગઈ, ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. માસુમ બાળક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યું હતું. માતાએ તુરંત જ બૂમાબૂમ કરતા અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા. પકડાઈ જવાની બીકે આરોપી ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ રોષે ભરાયેલા શ્રમિકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને ટંકારા પોલીસને જાણ કરી હતી.
Morbi: પોલીસ કાર્યવાહી
ટંકારા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી રામવિલાસ તૈલી (Ramvilas taili) ને કસ્ટડીમાં લીધો હતો. ભોગ બનનાર બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસ બાદ માસુમની તબિયતમાં સુધારો જણાતા તેને પરિવારને સોંપવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે માત્ર પિતા સાથેના ઝઘડાનો બદલો લેવા માટે આ નિર્મમ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ. ટંકારા પોલીસે (Tankara Police) આરોપીની ધરપકડ કરી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?


