ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi : ભાજપનાં બે નેતાઓ વચ્ચે તું...તું....મે...મે.... થઈ, વીડિયો સો. મીડિયા પર વાયરલ

મુખ્યમંત્રી આજે મોરબીની મુલાકાતે હતા. મુખ્યમંત્રીનાં આગમન પહેલા સ્ટેજ પર ભાજપનાં બે નેતાઓ વચ્ચે તુ..તુ..મે..મે.. થવા પામી હતી. મામલો વધુ બિચકે તે પહેલા પૂર્વ જીલ્લા પ્રમુખે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
09:59 PM Mar 26, 2025 IST | Vishal Khamar
મુખ્યમંત્રી આજે મોરબીની મુલાકાતે હતા. મુખ્યમંત્રીનાં આગમન પહેલા સ્ટેજ પર ભાજપનાં બે નેતાઓ વચ્ચે તુ..તુ..મે..મે.. થવા પામી હતી. મામલો વધુ બિચકે તે પહેલા પૂર્વ જીલ્લા પ્રમુખે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
morbi news gujarat first

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાતે હતા. ત્યારે મુખ્યમંત્રીનાં આગમન પહેલા ભાજપનાં બે નેતાઓ વચ્ચે રકઝક થવા પામી હતી. સ્ટેજ પર ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે રકઝક થવા પામી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસડિયા વચ્ચે રકઝક વીડિયોમાં જોવા મળી હતી. મામલો વધુ બિચકે તે પહેલા જ ભાજપનાં નેતા દ્વારા પહોંચી જઈ સમગ્ર મામલે થાળે પાડ્યો હતો.

ભાજપનાં કાર્યકરોમાં મામલો ચર્યાનો વિષય બન્યો

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસડિયાને સ્ટેજ પરથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા સમગ્ર મામલો થાળે પાડવા માટે પૂર્વ જીલ્લા પ્રમુખે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કાર્યક્રમ સ્થળ પર આ બંને ભાજપનાં નેતાઓ વચ્ચે થયેલ બોલાચાલીએ મોરબી ભાજપનાં કાર્યકરોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચોઃ Dwarka: દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ, રાજ્યસભાનાં સાંસદે આપી આકરી પ્રતિક્રિયા

મામલો મોવડી મંડળ સુધી પહોંચ્યોઃસૂત્રો

ભાજપનાં કાર્યકરોમાં અંદરો અંદર ચાલી રહેલ ખટરાગ અવાર નવાર કોઈને કોઈ રીતે બહાર આવતો જ હોય છે. મોરબી ભાજપમાં ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે ચાલી રહેલ ખટરાગ આજે બહાર આવતા સમગ્ર મામલે ભાજપ મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોનાં વિવાદનો વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

આ પણ વાંચોઃ Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો

મુખ્યમંત્રીએ 178 કરોડનાં વિકાસનાં કામોનુ મૂહર્ત કર્યું

મોરબીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ૧૮૭ કરોડના વિકાસ કામોના ઈ ખાત મૂહર્ત કરવામાં આવ્યા હતા. રવાપર ગામે યોજાયેલા કાર્યકર્મમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ મોરબીની માંગણીઓ તત્કાલ સ્વીકારવામાં આવતી હોવાની વાત કરી હતી. મોરબીવાસીઓને તેમજ તંત્રને કામની ગુણવતા ઉપર ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું તો સ્વચ્છતા માત્ર નેતા આવે ત્યારે જ નહિ પરંતુ કાયમ થાય એવા આયોજન કરવા તંત્રને સુચન કર્યું હતું. આજે આ કાર્યક્રમ માં મોરબીના ધારસભ્યો ઉપરાંત સાંસદ તેમજ ભાજપ ના સંગઠન ના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા મોરબીવાસીઓ ને મહાનગર પાલિકા બનવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી એ મોરબીના આવનારા વિકાસના કામો અત્યંત ગતિમાં થશે એવો વિશ્વાસ પણ અપાવ્યો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન

Tags :
Arvind Vasadiyaformer taluka presidentGujarat FirstGUJARAT FIRST NEWSmatter escalated between BJP workersMLA Kanti AmrutiaMorbi BJPMorbi News
Next Article