ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહાઠગ કિરણ-માલિની પટેલનું વધુ કારસ્તાન, જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં મહાઠગ દંપતી સામે ફરિયાદ   કિરણ-માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ  31 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ  મોરબીના વેપારી સાથે કરી છેતરપિંડી GPCBનું લાઈસન્સ આપવાના બહાને છેતરપિંડી  સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ  અમદાવાદના મહાઠગ દંપતી કિરણ પટેલ...
10:34 AM May 06, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં મહાઠગ દંપતી સામે ફરિયાદ   કિરણ-માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ  31 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ  મોરબીના વેપારી સાથે કરી છેતરપિંડી GPCBનું લાઈસન્સ આપવાના બહાને છેતરપિંડી  સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ  અમદાવાદના મહાઠગ દંપતી કિરણ પટેલ...
અમદાવાદના મહાઠગ દંપતી કિરણ પટેલ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ઠગ દંપતીએ મોરબીના વેપારીને GPCBનું લાઈસન્સ આપવાના બહાને 31.11 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
42.48 લાખ રુપિયા લીધા હતા પણ ત્યારબાદ લાઇસન્સ અપાવ્યું ન હતું
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વેપારીને ફેક્ટરી નાખવા માટે જીપીસીબીનું લાઇસન્સ અપાવવા કિરણ પટેલ અને માલિની પટેલે 42.48 લાખ રુપિયા લીધા હતા પણ ત્યારબાદ લાઇસન્સ અપાવ્યું ન હતું. વેપારીએ પૈસા પરત માગ્યા તો ઠગ દંપતીએ 11.75 લાખ ચુકવ્યા હતા પણ બાકીના 31.11 લાખ ચુકવવા ઠાગાઠૈયા કર્યા હતા.
ક્લાસ 1 ઓફિસર હોવાનું જણાવી સરકારમાં વર્ચસ્વ હોવાનો રોફ માર્યો
મોરબીના જોધપુરમાં રહેતા ભરત પટેલ સિરામિક મશીનરીની ફેક્ટરી ધરાવે છે અને તેઓ 2017માં કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તે વખતે કિરણે તેમને પોતે ક્લાસ 1 ઓફિસર હોવાનું જણાવી સરકારમાં વર્ચસ્વ હોવાનો રોફ માર્યો હતો અને જીપીસીબીમાંથી લાઇસન્સ કઢાવી આપવાની વાતો કરી હતી,
8 મહિના સુધી લાઇસન્સ અપાવ્યું ન હતું
વેપારીએ કિરણ અને તેની પત્નીને 42.86 લાખ આપ્યા હતા પણ 8 મહિના સુધી લાઇસન્સ અપાવ્યું ન હતું. ત્યારેબાદ તેમણે જીપીસીબીમાં તપાસ કરતાં તેમની કોઇ અરજી આવી ના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમણે પૈસા પરત માગતા ઠગ દંપતીએ 11.75 લાખ આપ્યા હતા પણ બાકીના 31.11 લાખ ના આપતાં વેપારીએ કિરણ અને માલિનીની સામે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ પણ પકડાયો હતો
ઉલ્લેખનિય છે કે કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં પીએમઓના અધિકારી તરીકે રોફ મારતા અને છેતરપીંડી કરતા ઝડપાયો હતો અને ત્યારબાદ કિરણ અને માલિનીની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ છેતરપીંડીની ફરિયાદ નોંધાતા બંનેની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો---THE KERALA STORYને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરતાં બંપર ઓપનિંગ
Tags :
cheatingconman kiran patelmahathug Kiran-Malini Patelpolice
Next Article