ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada : કૃમિની દવા અપાયા બાદ 10થી વધુ બાળકોની તબિયત લથડી

Narmada : સુરેન્દ્રનગરના ફતેપુરામાં શિક્ષક નાના ભૂલકાને સ્કૂલમાં પુરીને ઘેર જતા રહેવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે નર્મદા ( Narmada ) જિલ્લામાં પણ બાળકોને કૃમિની દવા પીવડાવતા 10થી વધુ બાળકોની તબિયત લથડી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાના પગલે વાલીઓમાં...
07:35 PM Feb 17, 2024 IST | Vipul Pandya
Narmada : સુરેન્દ્રનગરના ફતેપુરામાં શિક્ષક નાના ભૂલકાને સ્કૂલમાં પુરીને ઘેર જતા રહેવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે નર્મદા ( Narmada ) જિલ્લામાં પણ બાળકોને કૃમિની દવા પીવડાવતા 10થી વધુ બાળકોની તબિયત લથડી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાના પગલે વાલીઓમાં...
NARMDA STUDENT

Narmada : સુરેન્દ્રનગરના ફતેપુરામાં શિક્ષક નાના ભૂલકાને સ્કૂલમાં પુરીને ઘેર જતા રહેવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે નર્મદા ( Narmada ) જિલ્લામાં પણ બાળકોને કૃમિની દવા પીવડાવતા 10થી વધુ બાળકોની તબિયત લથડી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાના પગલે વાલીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કૃમિની દવા અપાયા બાદ 10થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા કામે ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા પીવડાવામાં આવી હતી. કૃમિની દવા અપાયા બાદ 10થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી હતી.

તિલકવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

બાળકોની તબિયત લથડતાં શિક્ષકોમાં દોડધામ મચી ગઇ હતી. આ બાળકોને તત્કાળ 108 એમ્બ્યુલન્સ મારફતે તિલકવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરુ કરવામાં આવી હતી.

વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત આ બાળકોને કૃમિની દવા આપવામાં આવી

આ ઘટનાની જાણ થતાં બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત આ બાળકોને કૃમિની દવા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કોની બેદરકારીનો ભોગ બાળકો બન્યા

કૃમિની દવા અપાયા બાદ બાળકોની તબિયત કેમ લથડી તે વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. દવા અપાયા પછી કેમ બાળકોની તબિયક બગડી તેની ઉંડી તપાસ શરુ કરાઇ છે. સમગ્ર ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કોની બેદરકારીથી બાળકોની તબિયત લથડી તેની પણ તપાસ કરવી જરુરી છે.

ઘોર બેદરકારીનો એક બનાવ સુરેન્દ્રનગરના ફતેપુરામાં પણ બહાર આવ્યો

ઉલ્લેખનિય છે કે આ બનાવ બન્યો ત્યારે આવી જ ઘોર બેદરકારીનો એક બનાવ સુરેન્દ્રનગરના ફતેપુરામાં પણ બહાર આવ્યો હતો. જ્યાં એક શિક્ષક નાના ભૂલકાને સ્કૂલમાં જ પુરીને સ્કૂલ બંધ કરીને જતા રહ્યા હતા. બાળકોએ રોકકળ કરી મુકતા ગ્રામજનો ભેગા થઇ ગયા હતા બાળકોને તાળુ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો----SURENDRANAGAR DISTRICT: ફરી એકવાર રાજ્યમાંથી શિક્ષકોની ઘોર બેદરકારી આવી સામે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstMedicineNarmadaNarmada districtNegligenceTilakwada Government HospitalWorms
Next Article