Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Strike : સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા

Strike : રાજ્યની શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલ વાન એસોસિએશનની હડતાળ (Strike) શરુ થઇ છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગિરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે....
strike   સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા
Advertisement

Strike : રાજ્યની શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલ વાન એસોસિએશનની હડતાળ (Strike) શરુ થઇ છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગિરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. એસોસિએશનની માગ છે કે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Advertisement

આજે સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા

આજથી રાજ્યમાં સ્કૂલની બહાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા માટે RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાઇ છે પણ તે પહેલાં જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે પરિણામે આજે સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા છે.  RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવમાં નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ વર્ધીના વાહનોના ફાયર સેફ્ટી, પાસીંગ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત ચેક કરવામાં આવશે.

Advertisement

સરકાર પાસે 3 મહિનાની મુદત માંગવામાં આવી છે

બીજી તરફ હડતાળ પર ઉતરેલા સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા સરકાર પાસે 3 મહિનાની મુદત માંગવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાવમાં પ્રતિ કિમી 100થી 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ વાહન ચાલકોએ કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ન વતાં આખરે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.....

વાલીઓની ચિંતામાં વધારો

વાન ચાલકોના આ નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. સવારથી જ વાલીઓને પોતાના બાળકને જાતે સ્કૂલમાં જવાની નોબત આવી છે. વાલીઓએ આ હડતાળને વખોડી કાઢી છે. વાલીઓનો મત છે કે, સ્કૂલવાન ના સંચાલકોએ વાલી અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવો અને તેમની ચિંતાને ધ્યાનમાં રાખવી જોઇએ તથા નિયમ અનુસરીને સર્વિસ આપતા રહેવી જોઇએ.....

આ પણ વાંચો----- VADODARA : ટ્રાફીક પોલીસ અને RTO ની કામગીરીથી પરેશાન સ્કુલ વાન ચાલકો એકત્ર

Tags :
Advertisement

.

×