ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mother Dairy એ દૂધ સહિતના અનેક પ્રોડકટના ભાવમાં કર્યો ઘટાડો, જાણો દૂધ,પનીર અને ચીઝના નવા ભાવ!

Mother Dairy એ મંગળવારે દૂધ સહિતના પ્રોડકટના ભાવમાં ઘટાડા કર્યા છે જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે
04:56 PM Sep 16, 2025 IST | Mustak Malek
Mother Dairy એ મંગળવારે દૂધ સહિતના પ્રોડકટના ભાવમાં ઘટાડા કર્યા છે જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે
Mother Dairy

સરકાર દ્વારા GSTના બે સેલેબ કરી દેતા અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કંપનીઓ કરી રહી છે. GSTની સીધી અસર જોવા મળી રહી છે. મધર ડેરીએ મંગળવારે દૂધ સહિતના પ્રોડકટના ભાવમાં ઘટાડા કર્યા છે. જેનાથી ગ્રાહકોને રાહત મળી છે. નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે.  મધર ડેરીએ તેના 1 લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ 77 રૂપિયાથી ઘટાડીને 75 રૂપિયા કર્યા છે. આ ઉપરાંત, ઘી અને ચીઝ સહિત અન્ય વસ્તુઓના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે.

નોંઘનીય છે કે કેન્દ્ર સરકારે 3 સપ્ટેમ્બરના રોજ GST સુધારાની જાહેરાત કરી હતી અને તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર લાગુ થતા કરમાં ઘટાડા અંગે માહિતી શેર કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે અને દૂધ, ચીઝથી લઈને AC-TV સુધીની દરેક વસ્તુ સસ્તી થશે. તેમના અમલ પહેલા જ, મધર ડેરીએ તેના દૂધના ઉત્પાદનોના ભાવ ઘટાડી દીધા છે. જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે.
મધર ડેરીએ દૂધના પ્રોડકટની અનેક ચીજવસ્તુઓના ભાવ ઘટાડ્યા છે.

Mother Dairy ના   દૂધ અને ચીઝના આ નવા ભાવ છે

કંપની દ્વારા દૂધના ભાવ ઘટાડા પછી નવા ભાવ વિશે વાત કરીએ તો, મધર ડેરીના 1 લિટર UHT દૂધ (ટોન-ટેટ્રા પેક) ની કિંમત 77 રૂપિયાથી ઘટાડીને 75 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે 450 મિલી પેક હવે 33 રૂપિયાને બદલે 32 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કંપનીના તમામ ફ્લેવરના 180 મિલી મિલ્કશેકના પેકની કિંમત 30 રૂપિયાથી ઘટીને 28 રૂપિયા થઈ ગઈ છે.

ચીઝની કિંમત વિશે વાત કરીએ તો, 200 ગ્રામ ચીઝનું પેકેટ હવે 95 રૂપિયાને બદલે 92 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 400 ગ્રામ ચીઝનું પેકેટ હવે 180 રૂપિયાને બદલે 174 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મલાઈ પનીરની કિંમત પણ ઘટાડવામાં આવી છે, જેમાં 200 ગ્રામનું પેક 100 રૂપિયાથી ઘટીને 97 રૂપિયા થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે મધર ડેરી દ્વારા ભાવ ઘટાડ્યા બાદ હવે ગ્રાહકોને આ કંપનીનું માખણ અને ઘી પણ સસ્તા દરે મળશે. 500 ગ્રામ માખણ 305 રૂપિયાને બદલે 285 રૂપિયામાં મળશે, જ્યારે 100 ગ્રામ માખણ ટિક્કી 62 રૂપિયાને બદલે 58 રૂપિયામાં મળશે. ઘીના ભાવમાં થયેલા ઘટાડા પર નજર કરીએ તો, 1 લિટર કાર્ટન પેકની કિંમત 675 રૂપિયાથી ઘટાડીને 645 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે 500 મિલી પેક 345 રૂપિયાથી ઘટીને 330 રૂપિયા થઈ ગઈ છે. 1 લિટર ઘીના ટીન પેકની કિંમત 30 રૂપિયા પ્રતિ લિટર ઘટાડીને 750 રૂપિયાથી ઘટીને 720 રૂપિયા થઈ ગઈ છે.

Mother Dairy નું આઈસ્ક્રીમ ના ભાવ ઘટાડ્યા

માત્ર દૂધ, ચીઝ, માખણ અને ઘીના ભાવ જ નહીં, પરંતુ મધર ડેરીએ આઈસ્ક્રીમના ભાવ પણ ઘટાડ્યા છે. તાજેતરના દર ઘટાડા પછી, કંપનીની 45 ગ્રામ આઈસ કેન્ડી, 50 મિલી વેનીલા કપ, 30 મિલી ચોકોબારની કિંમત 10 રૂપિયાથી ઘટીને 9 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 100 મિલી ચોકો વેનીલા અને બટરસ્કોચ કોનની કિંમત અનુક્રમે 30 રૂપિયાથી ઘટીને 25 રૂપિયા અને 35 રૂપિયાથી ઘટીને 30 રૂપિયા થઈ ગઈ છે.

 અથાણું અને જામના ભાવ ખૂબ જ ઘટી ગયા છે

દૂધ, ઘી અને ચીઝ સસ્તા કરવાની સાથે, મધર ડેરીના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ અન્ય ઉત્પાદનોના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે. તેમાં અથાણું, જામ અને સફલ વટાણાનો સમાવેશ થાય છે. નવી દર યાદી મુજબ, સફલ ફ્રોઝન વટાણાના 1 કિલો પાઉચનો ભાવ 230 રૂપિયાથી ઘટીને 215 રૂપિયા થઈ ગયો છે, જ્યારે 400 ગ્રામના પેકેટનો ભાવ 100 રૂપિયાથી ઘટીને 95 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચો:   Apollo Tyres બન્યું ટીમ ઈન્ડિયાનું નવું જર્સી સ્પોન્સર : ડ્રીમ11 કરતાં વધુ પૈસા ઓફર, 2027 સુધી ચાલશે કરાર

Tags :
dairy productsGujarat FirstIndian Dairymilk pricesmother dairyMother Dairy Milk Price CutPrice Reduction
Next Article